GSTV

Scrappage Policy : નવી ગાડીઓ ખરીદવા પર મળશે વધુ છૂટ, આ તારીખથી લાગુ થઇ શકે છે નવા નિયમ

Last Updated on September 21, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકારે હાલ સ્ક્રેપેજ પોલિસી વિશે જાહેરાત કરી દીધી છે ત્યારે તેના આધારે સ્ક્રેપિંગ સેન્ટરો અને ટેસ્ટિંગ સેન્ટરને લગતા નિયમો પણ ટૂંક સમયમાં જ સરકાર દ્વારા જાહેર કરવામા આવશે. સરકારે ગયા મહિને જ સ્ક્રેપેજ નીતિ વિશે જાહેરાત કરી હતી પરંતુ, હજુ આ સ્ક્રેપિંગ સેન્ટર સાથે જોડાયેલા નિયમો અંગેની જાહેરાત કરવાની હજુ બાકી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસમાં સ્ક્રેપેજ સેન્ટરને લગતા નિયમો અંગે સરકાર જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ નિયમોના આધારે જ સ્ક્રેપેજ સેન્ટર બનાવવામા આવશે. એવુ માનવામાં આવે છે કે, સ્ક્રેપેજ સેન્ટર સાથે જોડાયેલા નિયમો ૨૫ સપ્ટેમ્બરના રોજથી અમલમાં આવશે એટલે તેની જાહેરાત પણ 25 સપ્ટેમ્બરની આસપાસ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગાડીઓ

પહેલા સરકારી ગાડીઓ થશે સ્ક્રેપિંગ :

એક મીડિયાના અહેવાલમા એવું જાણવા મળી રહ્યું છે કે, સ્ક્રેપેજ સેન્ટર ખુલ્યા પછી માર્ચ ૨૦૨૨ મા સૌથી પહેલા સરકારી ગાડીઓનુ સ્ક્રેપિંગ શરૂ થશે. અહીં અગત્યની વાત એ છે કે, જે પણ સેન્ટર બનાવવામાં આવશે તેનું જોડાણ વાહન પોર્ટલ પર કરવુ ફરજિયાત રહેશે. સ્ક્રેપેજ સેન્ટરને નેશનલ ક્રાઈમ બ્યુરો સાથે પણ જોડવામાં આવશે. સ્ક્રેપેજ સેન્ટરને વાહન પોર્ટલ સાથે એટલા માટે જોડવામાં આવે છે કારણકે, તેના લીધે જૂની ગાડીઓને ડી-રજિસ્ટર્ડ કરવાની પ્રક્રિયા એકદમ સરળ બની જશે અને તેના આધારે જ સર્ટિફિકેટ પણ જનરેટ થઈને મળશે. આ તમામ રેકોર્ડ ઓનલાઇન પોર્ટલ પર પણ અસ્તિત્વમાં રહેશે. આ ઉપરાંત જૂની ગાડીઓને સ્ક્રેપ કરવાથી નવી ગાડીઓ પર પણ સારી એવી છૂટછાટ મળી રહેશે.

આ કંપનીઓ ખોલશે સ્ક્રેપિંગ સેન્ટર :

સ્ક્રેપેજ સેન્ટરમાં ગાડીને સ્ક્રેપ કર્યા પછી પણ તમે આ સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. ગાડી ચોરી થઈને સ્ક્રેપેજ માટે નથી આવીને તે માટે સ્ક્રેપેજ સેન્ટરને નેશનલ ક્રાઈમ બ્યુરો સાથે જોડવામાં આવશે. સ્ક્રેપેજનો ડેટાબેઝ નેશનલ કરાઈમ બ્યુરો સાથે લિંક હોવાના કારણે તમને સરળતાથી ગાડી વિશેની તમામ માહિતી મળી રહેશે.

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ અંદાજે 10 જેટલી કંપનીઓએ સ્ક્રેપેજ સેન્ટર ખોલવામાં રસ દાખવ્યો છે. આ કંપનીઓએ સરકાર સમક્ષ સ્ક્રેપેજ સેન્ટર ખોલવા માટેની યોજના રજૂ કરી છે. સરકાર આ કંપનીઓની તપાસ કર્યા બાદ સ્ક્રેપેજ સેન્ટર ખોલવાની મંજૂરી આપશે. સરકાર અમુક સમયાંતરે આ કેન્દ્રોનું ઓડિટ કરશે. આ ઓડિટિંગ ફરજિયાત રહેશે અને કંપનીઓએ તેમાં ફરજિયાતપણે ભાગ પણ લેવો પડશે.

ગાડીઓ

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિન્દ્રા ગ્રુપે દેશમાં ત્રણ સ્ક્રેપેજ સેન્ટર ખોલવામાં રસ દાખવ્યો છે. મારુતિ અને ટોયોટાનું સંયુક્ત સાહસ પણ એક સ્ક્રેપેજ સેન્ટર ખોલશે. આ સેન્ટર આવતા મહિને દિલ્હી એનસીઆરના નોઇડામાં ખોલવામાં આવે તેવી શક્યતા છે. મહિન્દ્રાનું સેરો ગ્રુપ ત્રણ સ્ક્રેપિંગ સેન્ટર ખોલવાની તૈયારીમાં છે. રામકી ગ્રુપે પણ સેન્ટર ખોલવામાં રસ દાખવ્યો છે. આગામી 1-2 વર્ષમાં દેશમાં અંદાજિત 70-75 સ્ક્રેપિંગ સેન્ટર ખુલે તેવી હાલ સંભાવના જણાઈ રહી છે.

સ્ક્રેપેજ પોલિસી નો નિયમ :

સ્ક્રેપેજ પોલિસી હેઠળ ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર્સ સાથે જોડાયેલા નિયમો 1 ઓક્ટોબર, 2021થી અમલમાં આવશે. સરકાર અને પીએસયુથી સંબંધિત 15 વર્ષ જૂના વાહનોને રદ કરવાના નિયમો 1 એપ્રિલ, 2022 ના રોજથી અમલમાં આવશે. કોમર્શિયલ વાહનો માટે જરૂરી ફિટનેસ પરીક્ષણને લગતા નિયમો 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે. આ સિવાયના વાહનો માટે જરૂરી ફિટનેસ પરીક્ષણને લગતા નિયમો 1 જૂન, 2024થી તબક્કાવાર અમલમાં આવશે.

ફિટનેસ પરીક્ષણોમાં નિષ્ફળ ગયેલી ગાડીઓને ‘એન્ડ ઓફ લાઈફ વ્હિકલ’ તરીકે જાહેર કરવામાં આવશે એટલે કે આ ગાડીઓ રસ્તા પર દોડી શકશે નહીં. સ્ક્રેપેજ પોલિસીમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં નિષ્ફળ જવા બદલ 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશન ડિ-રજિસ્ટર કરવાની દરખાસ્ત કરવામાં આવશે. આ સિવાય 15 વર્ષથી વધુ જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરવા માટે વધુ પડતો ટેક્સ પણ ચૂકવવો પડશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!