GSTV

IPL માટે બન્યા નવા નિયમો: અલગ હોટલોમાં રોકાશે ટીમો, પાલન નહીં કરનારને મળશે આવી સજા

ipl

યુએઈમાં યોજાનારી IPL 2020 સિઝન અગાઉ બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) સુપરત કરી છે. આ એસઓપીમાં IPLમાં રમનારી તમામ આઠ ટીમ માટે અલગ અલગ હોટેલ, સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) માટે પ્રવાસ કરતાં અગાઉ બે ફરજિયાત નેગેટિવ કોવીડ-19 ટેસ્ટ રીપોર્ટ અને કોરોન્ટાઈના ભંગ બદલ સજા. આ તમામ ચીજો સામેલ કરાઈ છે. આ જોગવાઈનું તમામે પાલન કરવાનું રહેશે.

જાણો શું છે IPLના નવા નિયમો

એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે દરેક ફ્રેન્ચાઇઝીની મેડિકલ ટીમે આ વર્ષે પહેલી માર્ચથી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેડિકલ રીપોર્ટ અને ટ્રાવેલ હિસ્ટ્રી હાંસલ કરવાની રહેશે.ફ્રેન્ચાઇઝીઓના પસંદગીના શહેરમાં એકત્રિત થતાં અગાઉ તમામ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે બે કોવિડ-19 પીસીઆર પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. (ટીમો સાથે જોડાયાના એક સપ્તાહ અગાઉ, 24 કલાકમાં બે વાર). આ સંયુક્ત આરબ અમિરાત માટે પ્રવાસ કરતાં પહેલાના સંક્રમણનું જોખમ ઓછું કરવામાં મદદ કરશે.

ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ દ્વારા કોરોન્ટાઇન સંબંધિત કોઈ પણ પ્રોટોકોલનું ઉલ્લંઘન એ આઇપીએલની આચારસંહિતા હેઠળ સજા પાત્ર રહેશે. કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવવા પર કોરોન્ટાઇન કરવામાં આવશે. 14 દિવસ પૂર્ણ થયા બાદ અને બે વાર (24 કલાકના અંતરમાં) રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ જ યુએઈ જવા માટે મંજૂરી આપવામાં આવશે.

આ નિયમ તમામ વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર પણ લાગુ પડશે. બીસીસીઆઈની હાલની એસઓપી મુજબ યુએઈ પહોંચ્યા પછી પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ટેસ્ટ કરવામાં આવશે. ટુર્નામેન્ટ દર પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે. ત્રણ વાર નેગેટિવ આવ્યા બાદ જ ટીમના સભ્યોને કોરોન્ટાઈનમાં એકબીજાને મળવાની છૂટ મળી શકે છે.

Read Also

Related posts

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

ફીનું ભારણ/ વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે મહત્વનો નિર્ણય, શિક્ષણ મંત્રી સાથે યોજાશે મહત્વની બેઠક

pratik shah

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!