GSTV

હવે કાર અને ટૂ-વ્હિલર માટે નવા નિયમ, આ નિયમોનુ પાલન નહિ કરો તો ભરવો પડશે દંડ, જાણો કયા-કયા છે નવા નિયમ

જો તમારી પાસે કાર છે તો અમે જણાવી રહ્યા છીએ એક જરૂરી ખબર. સુરક્ષા માટે પહેલા ફકત આગળ બેસનાર લોકોને સીટબેલ્ટ લગાવો પડતો હતો. પરંતુ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પાછળ બેસનારા લોકો માટે પણ સીટબેલ્ટ અનિવાર્ય છે. જો તમે કારમાં પાછળ બેઠા છો અને સીટબેલ્ટ નથી પહેર્યો તો તમારે 1000 રૂપિયા સુઘીનો દંડ ભરવો પડી શકે છે. એવામાં જો તમે રાજધાનીમાં ડ્રાઈવિંગ કરી રહ્યા છો તો તમારે આ નિયમોનું પાલન કરવું પડશે.

દિલ્લી પોલીસે આ નિયમોને લઈને ગત સપ્તાહે જ નોટીસ જાહેર કરી છે. આ નિયમોનો હેતુ રોડ સુરક્ષા અને સલામત ડ્રાઈવિંગને સુનિશ્ચિત કરવાનો છે. પશ્ચિમ દિલ્લીમાં આ નિયમોને સૌથી પહેલા લાગુ કરાયો છે. અંહિ આ નિયમ 13 જાન્યુઆરી થી લાગુ કરાયો છે. હવે સીટબેલ્ટ ન પહેરવા પર દિલ્લી પોલીસ 1000 રૂપિયાનુ ચલણ કાપી શકે છે. દિલ્લી પોલીસનો આ પ્લાન હવે નિયમને સમગ્ર રાજધાનીમાં લાગુ કરવાનો છે.

ટૂ-વ્હિલરનુ પણ કપાશે ચલણ

આ સિવાય જો તમે તમારા મોટરસાઈકલ અને સ્કૂટરમાં રીયરવ્યૂ મિરર નથી લગાવ્યા તો તમે તમારુ ચલણ કપાવવા તૈયાર રહો. દિલ્લી પોલીસે નવો નિયમ લાગુ કરી દીઘો છે. જેથી રીયરવ્યૂ મિરર લગાવો હવે જરૂરી છે. જો તમે આ નિયમનું પાલન નથી કર્યું તો તમારપ ચલણ કરપાઈ શકે છે.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!