GSTV

ઘરેલું રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મોદી સરકારની પહેલ, નવા નિયમો આ તારીખથી બનશે અમલી

સરકારે કોરોના વાયરસ મહામારીની વચ્ચે ગુણવત્તા ધોરણોને લાગુ કરવા માટે ઘરેલુ રમકડા ઉદ્યોગોને આગામી વર્ષે જાન્યુઆરી સુધી વધુ 4 મહિનાની ઢીલ આપી દેવામાં આવી છે. એક સત્તાવાર નિવેદનમાં બુધવારે આ જાણકારી આપવામાં આવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની હેઠળ આગામી ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT)એ અધિસૂચના જાહેર કરી રમકડા આદેશ 2020ના કાર્યન્વયનની તારીખને આ વર્ષે 1 સપ્ટેમ્બર સુધી વધારી 1 જાન્યુઆરી 2021 કરી દીધુ છે.

આયાત શુલ્કમાં વધારો કર્યો

આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, આ નિર્ણય હેઠળ ઘરેલુ વિનિમર્તાઓને Covid-19 મહામારીથી પેદા થયેલી કઠણાઈઓને ધ્યાનમાં રાખી ધારાધોરણોને લાગુ કરવા માટે 4 મહીનાનો વધારે સમય આપવામાં આવ્યો છે. સરકાર આ સમયે રમકડાને ઘરેલુ વિનિર્માણને પ્રોત્સાહન આપવા પર ભાર આપી રહી છે અને તેને ફેબ્રુઆરીમાં રમકડાના આયાત શુલ્કમાં વધારો કર્યો છે. રમકડાના ગુણવત્તા નિયંત્રણ આદેશથી સરકારે બજારમાં હલકી ગુણવત્તાવાળા રમકડા પર રોક લગાવવાની કોશિશ કરી છે.

નાના અને મધ્યમ ઉધ્યોગ સામેલ

એક અભ્યાસ પ્રમાણે લગભગ 67 ટકા રમકડા સુરક્ષા ધોરણ પર સાચા ઠર્યા નથી. ભારતમાં રમકડા ઉદ્યોગ મુખ્ય રુપથી અસંગઠિત ક્ષેત્રમાં છે. જેમાંથી લગભગ 4 હજારથી વધુ નાના અને મધ્યમ ઉધ્યોગ સામેલ છે. ભારતમાં લગભગ 85 ટકા રમકડા ચીનથી આયાત કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીલંકા, મલેશિય, જર્મની, હોંગકોંગ અને અમેરિકાનું સ્થાન આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં ભારતમાં રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત કહી દીધી છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!