GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

હવે વાહનોનાં નંબર પ્લેટ પર લગાવવી પડશે ચમકતી ટેપ, નહી તો ભરવો પડશે મોટો દંડ

રસ્તાઓ પર મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બીજું એક મોટું પગલું ભરી શકે છે. નવા નિયમ મુજબ વાહનોની નંબર પ્લેટો પર રેટ્રો ટેપ (ચમકતી ટેપ) ફરજિયાત બનાવવામાં આવશે. નિયમ મુજબ જો કોઈ વાહનની નંબર પ્લેટમાં આ ટેપ ન હોય તો તેની ઉપર પણ દંડ ફટકારશે. માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા સરકાર આ પગલું ભરી રહી છે.

નંબર પ્લેટ પરના રેટ્રો ટેપને લીધે, અંધારામાં કારનો પ્રકાશ તેના પર પડતાંની સાથે જ તે ચમકવા લાગે છે. નંબર પ્લેટ ફ્લશ થવાને કારણે પાછળની અથવા આગળની કારના ડ્રાઇવરને ખબર પડી જાય છે કે તેની સામે એક કાર છે. એવું માનવામાં આવે છે કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આ અઠવાડિયામાં વાહનોમાં રેટ્રો રિફ્લેક્ટીવ ટેપ અંગેની સૂચના રજૂ કરી શકે છે. રેટ્રો ટેપ અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.

શું છે નિયમ?

નિયમ મુજબ ઓટો રિક્શા અને ઈ રિક્શામાં આગળ સફેદ અને પાછળ લાલ રંગની રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ લગાવવી જરૂરી છે. આ ટેપની પહોળાઈ 20 મિમીથી ઓછી ન હોવી જોઈએ,. રેટ્રોની ચમક 50 મીટર દૂરથી દેખાઈ જવી જોઈએ જો ગાડી કલાકદીઠ 25 કિમીની ગતિથી દોડતી હોય તો. પહેલાં ઈ રિક્શાને આ નિયમમાંથી રાહત આપવામાં આવી હતી. પરંતુ હવે રસ્તામાં ઈ-રિક્શાની વધતી સંખ્યાને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. સરકારનાં પ્રયાસ છેકે, ઓછામાં ઓછા રોડ અકસ્માત થાય તેના માટે જરૂરી ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!