GSTV

રાજકોટ: ખોડિયાર આશ્રમના મહંતના મોત કેસમાં નવો ખુલાસો, મહિલાને મોકલ્યા બાદ વીડિયો ઉતારી પૈસા પડાવતા

Last Updated on June 9, 2021 by Pravin Makwana

રાજકોટ નજીક કાગદડી ગામે ખોડિયાર આશ્રમના મહંતના મોત કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને મહંતના આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટ આધારે 3 સામે કુવાડવા પોલીસમાં ગુનો નોંધાયો છે. આ શખ્સો મહિલાને મોકલ્યા બાદ બનાવેલો વીડિયો આધારે પૈસા પડાવતા હતા. ગૌ સેવા અને ધર્મકાર્ય માટે જાણીતા મહંત જયરામદાસજીનું મોત પહેલા હાર્ટએટેક થયુ હોવાનું મનાતુ હતું. જોકે, બાદમાં સ્યુસાઈડ નોટ મળી હતી અને ત્રણ શખ્સો સામે મહંતને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ દાખલ થઈ છે.

મંદિરના ટ્રસ્ટી રામજીભાઈ લિંબાસીયા ફરિયાદી બન્યા છે. મહિલાને મોકલ્યા બાદ વીડિયો બનાવ્યો હતો અને તે આધારે પૈસા પડાવતા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સમગ્ર મામલે ભત્રીજો હિતેશ લખમણ જાદવ, જમાઈ અલ્પેશ પ્રતાપભાઈ સોલંકી અને ગાંધીગ્રામના વિક્રમ દેવજી સોહલા સામે મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધાયો છે.

મહંત જયરામદાસજીએ આરોપીઓ દ્વારા કરતા સતત બ્લેકમેઇલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ઝોન-1ના ડીસીપી પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું કે મહંતનો મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો બતાવી આરોપીઓ તેમને છેલ્લા દોઢ વર્ષથી બ્લેકમેઇલ કરતા હતા. આરોપી હિતેશ જાદવ, અલ્પેશ સોલંકી અને વિક્રમ સોહલા પાસે મહંતના મહિલા સાથેના 6 જેટલા વીડિયો હતા. જેના આધારે તેઓ મહંત જયરામદાસજી પાસેથી પૈસા પડાવતા હતા. ડીસીપી મીણાએ જણાવ્યું કે મહંતને 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઇ હતી. જે બાદ તેમણે દવા પીને આપઘાત કરી લીધો. ત્રણેય આરોપીઓ 6 જૂનથી જ ફરાર થઇ ગયા છે. મહંતની 20 પાનાની સુસાઇડ નોટ મળી છે. સુસાઇડ નોટના હેન્ડ રાઇટિંગની પણ ચકાસણી કરવામાં આવશે. સુસાઇડ નોટમાં 30 તારીખે મહંતને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!