GSTV

હવે દબંગ ભાડુઆતોની ખૈર નથી! મોદી સરકાર લાવી રહી છે આ નવી પોલીસી

એવા ઘણાં લોકો હશે જેણે ફક્ત રોકાણ માટે થઇને મકાન ખરીદ્યુ હોય અને પછીથી તેને ભાડે ચડાવી દીધું હોય. પરંતુ ઘણાં ભાડુઆત એવા પણ હોય છે જે થોડા વર્ષો સુધી મકાનમાં ભાડે રહ્યાં બાદ મકાન પર કબજો કરી લે છે. તેવામાં કેટલાંય લોકોએ આ માથાકૂટમાંથી બચવા માટે કોર્ટની શરણ લીધી હશે અને કોર્ટના ધક્કા પણ ખાધા હશે. પરંતુ એવા ઘણાં માલિકો છે જેના મકાન પર ભાડુઆતે કબજો કરી લીધો અથવા તો મનમાની કરી રહ્યાં હોય.

‘નવી ભાડા નીતિ ‘

હવે આવા ભાડુઆતોની ખૈર નથી. હકીકતમાં મોદી સરકાર મકાન માલિકોના હકમાં ‘નવી ભાડા નીતિ’ લઇને આવી રહી છે. આ નીતિ ભાડુઆતોની દબંગાઇ પર લગામ કસે છે. આ અંગેની જાણકારી આપતાં આવાસ અને શહેરી મામલાઓના મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, ઘણાં લોકો પોતાની સંપત્તિને ભાડે આપવા નથી માગતા કારણ કે તેમને લાગે છે કે કાનૂની આધાર નબળો હોવાના કારણે તેઓ પોતાની સંપત્તિ પરત નહી મેળવી શકે.

લોકોની ચિંતાનું સમાધાન

મોદી સરકારના મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, નવી ભાડા નીતિ લોકોની આ ચિંતાનું સમાધાન કરશે. આ સાથે જ ભાડા નીતિથી શહેરી વિસ્તારોમાં આવાસની કમીને દૂર કરવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે આ નીતિ દેશભરમાં ખાલી પડેલા લાખો મકાનોને ભાડે આપવા માટે પ્રોત્સાહિત કરશે. આ ભાડુ નીતિ એક આદર્શ ડ્રાફ્ટ સમાન હશે, જેમાં રાજ્ય પોતાની ઇચ્છા અનુસાર બદલાવ કરી શકશે.

જણાવી દઇએ કે હાલ ભાડુઆત સાથે સંબંધિત રાજ્યોના કાયદા ભાડુઆતના પક્ષમાં છે. તેવામાં મોટાભાગે એવા કિસ્સા સામે આવે છે જેમાં ભાડુઆતોએ આ સંપત્તિઓ પર કબજો કરી લીધો અથવા તો ઘણાં વર્ષોથી મામૂલી ભાડુ ચુકવવાની સાથે પ્રોપર્ટી ખાલી નથી કરી રહ્યાં.

Read Also

Related posts

યૌદ્ધાઓના વેતન કાપી સરકાર ન કરે અન્યાય, પ્રિયંકાએ યોગી સરકારની કાઢી ઝાટકણી

Ankita Trada

મોદી સરકારના મંત્રીની ફેંકમફેંક : આયુર્વેદ ચિકિત્સાથી સાજા થયા પ્રિન્સ ચાર્લ્સ, 24 કલાકમાં જ ખૂલી પોલ

Bansari

લોકડાઉન ખતમ થયા બાદ પણ આ રાજ્યમાં ફરજિયાત પહેરવું પડશે માસ્ક, આ લોકોને મફતમાં મળશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!