GSTV
Home » News » 23એ સરકાર અને 24મેએ થશે ‘PM નરેન્દ્ર મોદી’ના ભાગ્યનો ફેસલો

23એ સરકાર અને 24મેએ થશે ‘PM નરેન્દ્ર મોદી’ના ભાગ્યનો ફેસલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’ને ઘણા વિવાદો બાદ હવે નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. ફિલ્મ લોકસભા ઈલેક્શનના રિધલ્ટના એક દિવસ બાદ 24મે 2019એ રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

તરણ આદર્શે ટ્વીટ કરી લખ્યું- પ્રોડ્યુસર દ્વારા જાહેર એક નિવેદન અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક માટે નવી રિલીઝ ડેટ… હવે લોકસભા ચૂંટણી રિજલ્ટની બાદ 24મેએ રિલીઝ થશે ફિલ્મ, ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરી રહ્યા છે. વિવેક ઓબેરોય ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીની ભુમિકા નિભાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિવેક ઓબરોય સ્ટારર મુવી પીએમ નરેન્દ્ર મોદી પહેલા 11 એપ્રિલે રિલીઝ થઈ રહી હતી. પરંતુ લોકસભા ચૂંટણીના કારણે રિલીઝ ડેટ પાછળ કરવામાં આવી હતી. ECએ ચૂંટણી ખતમ થયા બાદ જ ફિલ્મને રિલીઝ કરવાની અનુમતિ આપી હતી.

ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલી કમીટી અનુસાર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી એક રાજનૈતિક માહોલ બનાવે છે. 135 મિનિટની આ ફિલ્મ એક વ્યક્તિને સીન્સ, સ્લોગન અને સિંબલના માધ્યમથી બહુ મોટા પદ પર ઉભી કરે છે. ફિલ્મના અંતમાં એક ખાસ વ્યક્તિને સંતનો દરજ્જો આપે છે.

Narendra Modi's biopic

19મે ના રોજ લોકસભા ચૂંટણી પુરી થઈ રહી છે અને 23 મે એ રિઝલ્ટ આવશે. ત્યાંર બાદ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે લાંબા સમય સુધી વિવાદોમાં રહ્યા બાદ ફિલ્મને બોક્સ ઓફિસ પર કેટલી સફળતા મળે છે.

Read Also

Related posts

ટ્રમ્પ પરિવાર માટે રાષ્ટ્રપતિભવનમાં શાહી ભોજનની વ્યવસ્થા, સરકારના અનેક મંત્રીઓ પણ પહોંચ્યા

Pravin Makwana

ક્રોધમાં લાલ-પીળી થઈ સારા અલી ખાન, વીડિયોમાં કહ્યુ મારા બોયફ્રેન્ડને….

Ankita Trada

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!