મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની તમામ કોશિશો બાદ પણ કોરોના સંક્રમણ રોકાવાનું નામ લેતો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7074 રેકોર્ડ કેસ સામે આવ્યાં છે. તેમજ 295 દર્દીઓના મોત પણ નીપજ્યાં છે. હવે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર થઈ 2,00,064 થઈ છે. અત્યારસુધી રાજ્યમાં 8671 લોકોના મોત નીપજ્યાં છે.

3395 દર્દીઓ સ્વસ્થ થયા
3 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 83,295 છે. મુંબઈમાં પણ કુલ દર્દીની સંખ્યા 83,237 સુધી પહોંચી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 4830 લોકોના મોત થયા છે. ત્યારે શનિવારે 3395 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. એટલે કે હવે સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 1,08,082 સુધી પહોંચી છે.

રિકવરી રેટ છે 54.02 ટકા
શનિવારે સમગ્ર રાજદ્યમાં 10,80,975 લોકોના નમુનામાંથી 2,00,064 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં આશે 5,96,038 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. તેની સાથે જ સમગ્ર રાજ્યમાં 41,566 લોકોને ઈંસ્ટિટ્યુનલ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે 4 જૂલાઈના રોજ મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 54.02 ટકા છે. રાજ્યમાં મૃત્યુનો દર 4.33 ટકા છે.

પુણેના મેયરને પણ કોરોના પોઝિટીવ
પુણેના મેયર મુરલીધર મોહોલ કોરોના પોઝિટીવ આવ્યાં છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર તેની જાણકારી આપી છે. પુણેના મેયર મુરલીધર મોહોલે પોતાના ટ્વિટમાં જાણકારી આપી છે કે, તેને થોડા દિવસથી તાવ આવી રહ્યો હતો. ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. તેની હાલત સ્થિર છે. તેણે પોતાના સમર્થકોને ભરોસો આપ્યો છે કે, તે જલ્દીથી સ્વસ્થ થઈને પાછા ફરશે.
એનસીપીના કાઉન્સીલરનું કોરોનાથી મોત
આ પહેલા એનસીપીના કાઉન્સીલર દત્તા સાનેની મોત કોરોનાથી થવાના સમાચાર આવ્યાં હતાં. દત્તા સાને એનસીપીના જૂના નેતાઓમાંના એક હતા. તે પિંપર ચિંચવડ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચુક્યાં છે. 25 જૂને તેને કોરોના સંક્રમણ થયું હતું. તે બાદ તેની સારવાર શરૂ કરવામાં આવી, શ્વાસ લેવામાં તકલીફ હોવાથી શનિવારે તેમનું નિધન થયું. દત્તા સેનાની મોત બાદ અન્ય નગરસેવકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે.
- આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !
- ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..
- Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર
- બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…
- VIDEO/ માથા પર કાચના ગ્લાસ અને તેના પર માટલુ રાખી અદ્ભૂત ડાંસ કરતો આ વીડિયો જોઈ લો !