GSTV
Corona Virus News Trending World

ચીનની હાલત ખરાબ/ કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 29317 કેસ નોંધાયા, શાંઘાઈમાં ઘરમાં બહાર નીકળવાની નથી છૂટ

ચીનમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુરુવારે ચીનમાં કોરોના વાયરસના નવા 29317 કેસ નોંધાયા હતા. કોરોનાની શરૂઆત પછી આ સૌથી વધુ કેસ છે. ચીનનું નાણાકીય હબ શાંઘાઈ અત્યાર સુધીના સૌથી ખરાબ કોરોના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. શાંઘાઈ સત્તાવાળાઓએ માર્ચથી અહીં કડક લોકડાઉન લાગુ કર્યું છે. જેના કારણે શહેરની 2.5 કરોડ વસ્તી તેમના ઘરોમાં કેદ થઈ ગઈ છે..

ચીનની સરકારે કોવિડ કેસોની તપાસ માટે સૈનિકો કર્યા તૈનાત

ચીનની સરકારે શહેરના 25 મિલિયન લોકોને કોવિડની તપાસ કરવામાં મદદ માટે હજારો સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી હતી. શાંઘાઈ શહેરના લોકોને તેમના ઘરની બહાર નીકળવાની છૂટ નથી. અધિકારીઓ મોટા પાયે કોવિડ ટેસ્ટની સમીક્ષા કરવા માંગતા હતા. કોરોનાવાયરસને કાબૂમાં લેવા માટે ચીને અહીં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે. પરંતુ હજુ પણ તે નિષ્ફળ જણાઈ રહી છે.

ઓમિક્રોન

ભારતમાં છેલ્લા 80 દિવસમાં પ્રથમ વખત સક્રિય કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો. આ સાથે જ છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય કેસ 10 હજાર 870થી વધીને 11 હજાર 58 થઈ ગયા હતા. દેશમાં દરરોજ કોરોના વાયરસના નવા 1 હજાર સાત કેસ નોંધાઈ રહ્યા છે અને સતત બીજા દિવસે પણ 24-કલાકના સમયગાળામાં નવા સંક્રમણ કેસ 1,000 થી વધુ આવ્યા છે. ભારતમાં લાંબા સમય બાદ એક વખત ફરીથી સક્રિય કેસની સંખ્યામાં 1.7 ટકાનો વધારો નોંધાયો છે.

ઓમિક્રોન

હવે આ આંકડો વધીને 11 હજારને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓ એક વખત ફરીથી વધી રહ્યા છે. દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં કોરોનાના પોઝિટિવિટી રેટમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ રાજ્યોની હોસ્પિટલ્સ અને ડોક્ટર્સે પણ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાની પૃષ્ટિ કરી હતી.

READ ALSO:

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

BIG BREAKING / કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારતા 25ના મોત, CMએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Hardik Hingu
GSTV