સરકારે રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણુક કરી છે. ઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નર પદેથી સોમવારે અચાનક રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું હતું કે અંગત કારણોસર તેમણે આ કદમ ઉઠાવ્યું છે. સ્વાયત્તતા અંગે આરબીઆઈ અને સરકાર વચ્ચે અનેક મહિનાથી તણાવ હતો. ફાઈનાન્સિયલ સિસ્ટમની ગરબડોને દૂર કરવાની આરબીઆઈની જીદથી પણ તકરાર વધી રહી હતી. શક્તિકાંત દાસને 3 વર્ષ માટે ગવર્નર બનાવવામાં આવ્યા છે. જે આરબીઆઈનાં 25માં ગવર્નર છે.
Reuters: Former finance secretary and current member of the finance commission Shaktikanta Das has been appointed as the Governor of the Reserve Bank of India (RBI). pic.twitter.com/EGgTsXvjd6
— ANI (@ANI) December 11, 2018
26 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ તમિલનાડુ કૈડરના આઇ.એ.એસ. અધિકારી છે. નિવૃત્તિ પછી ભારતના 15માં નાણા સચિવ અને ભારતના શેરપા જી -20 ના સભ્ય હતા. તેમણે ભારતના આર્થિક બાબતોના સચિવ, ભારતના મહેસૂલ સચિવ તરીકે પણ કામ કર્યું છે.
સેન્ટ્રલ ઇકોનોમિક અફેર્સના સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક માનવામાં આવતા હતાં. ગત વર્ષના જી -20 માં આર્થિક બાબતોના વિભાગના પૂર્વ સચિવ શક્તિકાંત દાસને ભારતના શેરપા તરીકે નિમવામાં આવ્યા હતા.
READ ALSO
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કરવામાં આવે ઓડિશાની બાલાસોર રેલવે દુર્ઘટનાની તપાસ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
- અદાણીની મોટી જાહેરાત : ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને અમે ભણાવીશું