ગજબ! એક-બે નહી Xiaomiના આટલા સ્માર્ટફોન્સ એકસાથે થયાં સસ્તા, નવી કિંમત જાણશો તો હોશ ઉડી જશે

Xiaomi A2

Xiaomi A2ના 3 જીબી રેમ વેરિએન્ટની કિંમત 17,499 રૂપિયા હતી જે હવે ડિસ્કાઉન્ટ બાદ 13,999 રૂપિયા થઇ ગઇ છે. આ રીતે તેના પર યુઝર્સને 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 4જીબી વેરિએન્ટની કિંમત 20,500 રૂપિયા હતી જે 4500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 15,999 રૂપિયામાં પણ ખરીદી શકાય છે. આ ઑફરનો લાભ કંપનીની સત્તાવાર વેબસાઇટ Mi.com અને એમેઝોન બંને પર લઇ શકાશે. આ ઉપરાંત એમઆઇ હોમ અને ઑફલાઇન સ્ટોર્સ પર પણ ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકાશે.

Redmi Note 5 Pro

ભારતમાં સૌથી લોકપ્રિય વર્ઝન Redmi Note 5 Proની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રોનમે 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેનું 6જીબી રેમ વેરિએન્ટ 13,999 રૂપિયામાં મળી રહ્યું છે.

Xiaomi Redmi Y2

શાઓમીના ટૉપ સેલિંગ સેલ્ફી કેમેરા ફોન Xiaomi Redmi Y2ના ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો થયો છે. સ્માર્ટફોનના 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 8,999 રૂપિયા તથા 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટને 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે. પહેલાં તેની કિંમત અનુક્રમે 10,999 તથા 13,999 રૂપિયા હતી.

Xiaomi Redmi 6 Pro

આ સ્માર્ટફોનના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત પહેલા 11,499 રૂપિયા હતી તથા 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,499 રૂપિયા હતી. ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટફોનના 3જીબી રેમ વેરિએન્ટને 9,999 રૂપિયા અને 4 જીબી રેમ વોરિએન્ટને 11,999 રૂપિયામાં ખરીદી શકાશે.

Redmi 6

Redmi 6ની કિંમત ઘટાડવામાં આવી છે અને હવે આ દમદાર સ્માટ્ફોન ફક્ત 7,999 રૂપિયામાં મળશે. જણાવી દઇ કે આ સ્માર્ટફોન આ જ કિંમત લૉન્ચ કરવામાં આવ્યો હતો અને પછીથી તેની કિંમત વધારવામાં આવી હતી. તેની શરૂઆતની કિંમત 8,499 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ સ્માર્ટફોનની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેને તમે ફ્લિપકાર્ટ અને એમઆઇ ડૉટ કોમ પરથી ખરીદી શકો છો. આ પ્રાઇસ કટ 3GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. બીજા વેરિએન્ટમાં 3 GB રેમ અને 64 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. હવે તેની કિંમત 8,999 રૂપિયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter