GSTV
Gujarat Government Advertisement

એક મહિનામાં 94% વધી જીવન વીમા કંપનીઓની નવી પ્રિમીયમ આવક

Last Updated on July 14, 2019 by Mansi Patel

ચાલુ નાણાકીય વર્ષના જૂન મહીનામાં જીવન વીમા કંપનીઓના પ્રિમિયમની આવક 94 ટકા વધીને 32 હજાર 241.33 કરોડ રૂપિયા રહી છે. વીમા નિયામક ઈરડાનાં આંકડાઓ મુજબ, ભારતીય વન વીમા નિગમ(એલઆઈસી)ના પ્રીમિયમથી સૌથી વધારે આવક થઈ છે. આની પહેલાં દરેક 24 જીવન વીમા કંપનીઓને જૂન 2018માં નવી પોલીસીથી 16 હજાર 611.57 કરોડ રૂપિયાનું પ્રીમિયમ મળ્યુ હતુ.

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીની જૂનમાં નવી પોલિસીથી પ્રિમીયમની આવક બમણી વધીને 26, 030.16 કરોડ રૂપિયા રહી હતી, જૂન 2018માં આ આંકડો 11,167.82 કરોડ રૂપિયા પર હતો. તેની સાથે જ ભારતીય જીવન વીમા નિગમની બજાર હિસ્સેદારી વધીને 74 ટકા પર પહોંચી ગઈ છે. જ્યારે બાકીની 26 ટકા હિસ્સેદારી ખાનગી વીમા કંપનીઓનાં હિસ્સામાં રહી છે.

એલઆઈસીએ જૂન મહિના દરમ્યાન 13.32 લાખ પોલીસી વેચી અને એક મહિનામાં જ 25000 કરોડ રૂપિયાથી વધારે પ્રીમિયમ એકત્ર કર્યુ છે. આ દરમ્યાન 23 ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓની નવી પ્રીમિયમ આવક 14.10 ટકાની વૃદ્ધિની સાથે 6,211.17 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલાં આ સમયે 5,443.75 કરોડ રૂપિયા હતી.

ખાનગી ક્ષેત્રની કંપનીઓની કેટલી રહી આવક

  • ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં HDFC લાઈફનું નવું પ્રીમિયમ 21 ટકા વધીને 1,358.45 કરોડ રૂપિયા રહી
  • SBI લાઈફનું પ્રીમિયમ 28.1 ટકા વધીને 1,310.07 કરોડ રૂપિયા રહી
  • ICICI પ્રૂડેન્શિયલ લાઈફનું પ્રીમિયમ 26 ટકા વધીને 897.98 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ

ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો એપ્રિલ-જૂન સમય દરમ્યાન 24 જીવન વીમા કંપનીઓનું નવુ પ્રીમિયમ કુલ મળીને 65 ટકા વધીને 60,637.22 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એપ્રિલ-જૂન 2019-20માં LICની નવી પ્રીમિયમ આવક 82 ટકા વધીને 44,794.78 કરોડ રૂપિયા રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!