GSTV

મેરીકોમ, વિશ્વનાથન આનંદ, પુલ્લેલા ગોપીચંદ સહિતના ખેલાડીઓ બન્યા અમદાવાદના મહેમાન

Last Updated on September 8, 2019 by

આગામી દિવસોમાં દેશમા સ્પોર્ટસ ક્ષેત્રે નવી નીતીની જાહેરાત કરવામા આવશે. જેથી ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. અમદાવાદમાં ખેલ મહાકુંભના શુભારંભ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજજુએ આ પ્રકારની વાત કરી હતી. આ સાથે તેઓએ આગામી દિવસોમાં ગુજરાતમાંથી સ્પોર્ટસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રતિભા બહાર આવવાની આશા પણ વ્યક્ત કરી હતી.

અમદાવાદના સંસ્કારધામ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. સીએમ વિજય રૂપાણીએ ફૂટબોલ અને આર્ચરીની રમત સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો. જેમાં સીએમે ફૂટબોલની રમતની મજા માણી હતી. તો ખેલ મહાકુંભના અવસરે મેરીકોમ- વિશ્વનાથન આનંદ-પુલ્લેલા ગોપીચંદ– દીપા મલ્લીક જેવા નામાંકિત ખેલાડીઓની પણ ખાસ ઉપસ્થિતી રહી હતી.

ખેલ મહાકુંભના અવસરે અમદાવાદ આવેલા કિરણ રિજ્જુએ ગુજરાતમાં ખેલાડીઓને આપવામાં આવતા પ્રોત્સાહનની પ્રસંશા કરીને સરકારના પ્રયાસોને આવકાર્યા હતા.આ વર્ષે 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. જેમાં 27 લાખ ભાઇઓ અને 19 લાખ બહેનો છે. ખેલ મહાકુંભમાં 1.60 લાખ જેટલા વિજેતા ખેલાડીઓને 40 કરોડના ઇનામ આપવામાં આવશે. દીવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામા આવ્યુ છે.

સરકાર દ્વારા ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામા આવે છે એ સારી વાત છે. પરંતુ એક હકિકત એવી પણ છેકે રાજયમાં કેટલીય શાળાઓ એવી છે જ્યાં રમત-ગમતના મેદાન નથી. વિધાર્થીઓ રમી શકતા નથી. આ બાબતે સરકારે ગંભીરતાથી વિચારવા જેવું છે.

READ ALSO

Related posts

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!