GSTV
Gujarat Government Advertisement

હવે ચીનનું આવી બન્યું : ઓફ લાઈન નહીં હવે ઓનલાઈન પ્રોડક્ટ્સ વેચવી પણ પડશે ભારે, સરકાર લાવી રહી છે નવા નિયમો

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને કારણે ભારતીયોનો ગુસ્સો વધ્યો છે પણ સરકારનો વધ્યો નથી. લોકો હવે ચીની ચીજોનો બહિષ્કાર કરવા માટે કટિબદ્ધ છે. માલનો બહિષ્કાર માત્ર ઓફલાઇન બજારોમાં જ નહીં પણ ઓનલાઇન પણ કરવામાં આવશે. આ માટે સરકાર નવી યોજના તૈયાર કરી રહી છે. ભારત સરકાર ઇ-કોમર્સ કંપનીઓ માટે એક નવો નિયમ બનાવવાની વિચારણા કરી રહી છે જેમાં તેઓએ તેમના પ્લેટફોર્મ પર વેચાયેલી કોઈ પ્રોડક્ટ પર લખવાનું રહેશે કે તે દેશમાં બનાવવામાં આવે છે કે નહીં.  ચીન એક જ નહીં પણ દરેક દેશની કંપનીઓને લાગુ પડશે.

જોકે, ભારત સરકારે ચીનથી થતી આયાત પર હજું સુધી કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. ચીનથી આયાત વધું થાય છે અને નિકાસ ઘણી ઓછી થાય છે. ગેરકાયદે માલ મોટા પ્રમાણમાં ચીનથી આવી રહ્યો છે. જેને ભારત સરકાર અટકાવી શતી નથી. પણ સોશિયલ મિડિયામાં ચીન સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ચીની માલ પર પ્રતિબંધ મૂકવાની હિંમત હાલની કેન્દ્ર સરકારમાં નથી.

Flipkart

ભારત સરકાર ખરેખર ચીનથી થતી આયાત ઘટાડવા માટે આ પગલું ભરી રહી છે. આનાથી દેશમાં ચીનની આયાત પર કાબૂ મેળવવામાં મદદ મળશે.ચીનનો વેપાર 47 અબજ ડોલર છે. 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં, ચીનથી આયાતમાં વધારો થયો છે, જ્યારે નિકાસ ઘટાડવામાં આવી છે. ગ્રાહકો નિર્ણય કરી શકશે કે શું તેઓ ભારતમાં બનાવેલ માલ ખરીદવા માંગે છે કે નહીં. ટૂંક સમયમાં ઇ-કોમર્સ નીતિનો ડ્રાફ્ટ જાહેર કરશે.

Gujarat Government Advertisement

Related posts

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!