GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

શું તમારે પણ નવો પાસપોર્ટ કઢાવવો છે ? આ એપ્લીકેશનની મદદથી કરો સરળતાથી અરજી

કોરોના સંકટની વચ્ચે તમે પાસપોર્ટ બનાવવાનુ વિચારી રહ્યા છો તો, આ કામ તમે ઘરે બેઠા-બેઠા પણ સરળતાથી કરી શકો છો. માત્ર કેટલીક મિનિટોમાં જ નવા પાસપોર્ટ માટે અપ્લાઈ કરી શકશો. ઉલ્લેખનીય છે કે, પાસપોર્ટ અન્ય સરકારી દસ્તાવેજોની જેમ જ કોઈપણ ઓળખાણ માટે ખૂબ જ અહમ હોય છે. જેના થકી તમે વિદેશ યાત્રા કરવી સંભવ બને છે. વિદેશ માટે હવાઈ સફર કરવા માટે પાસપોર્ટ હોવુ આવશ્યક છે.

પાસપોર્ટ બનાવવુ ખૂબ જ સરળ થઈ ગયુ છે

સામાન્ય રીતે લોકોના મનમાં એ વિચાર આવે છે કે, તેને બનાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. હવે પાસપોર્ટ બનાવવુ ખૂબ જ સરળ થઈ ગયુ છે. તમે ઈચ્છો તો, તે માટે મોબાઈલ ફોન પરથી પણ આવેદન કરી શકો છો. એવુ સંભવ છે કે, mPassportSeva મોબાઈલ એપ થકી. હવે પ્રશ્ન એ પણ થાય છે કે, તેના થકી કેવી રીતે પાસપોર્ટ માટે અરજી કરી શકાય છે અને તેની પ્રોસેસ શું છે અને કેટલા દિવસ બાદ પાસપોર્ટ બનીને તમારા ઘર પર આવી જશે. તે સાથે જ તેની કેટલી ફી ચૂકવવી પડશે ? સૌ પ્રથમ વાત કરીએ તો, આ એપ થકી પાસપોર્ટ માટે અપ્લાઈ કેવી રીતે કરી શકીએ.

આ રીતે કરો અપ્લાઈ

  • સ્માર્ટફોનમાં mPassportSeva એપ ડાઉનલોડ કરો
  • ‘New user registration’ ના વિકલ્પ પર જાઓ.
  • પોતાના એડ્રેસના આધાર પર સંબંધિત પાસપોર્ટ ઓફિસના બ્યોરા આપો.
  • નામ જન્મતિથિ અને ઈમેલઆઈડી સહિતની જાણકારી આપો.
  • યૂનિત લોગ ઈન આઈડી આપો
  • હવે આપવામાં આવેસ કેપ્ચા ભરો
  • ઈ-મેલ ચેક કરી એકાઉન્ટ એક્ટિલેટ કરો, જ્યાં પાસપોર્ટ ઓફિસથી તમને વેરિફિકેશન લિંક આવ્યો હશે
  • લિંક ખોલવા પર તમે સીધા જ તે વેબપેજથી જોડી દેવામાં આવશે,જ્યા તમારી પાસે કન્ફર્મેશન માટે લોગ ઈન આઈડી માગવામાં આવશે.
  • હવે એપ બંધ કરી બીજીવખત લોગ ઈન કરો, પરંતુ આ વખતે ‘Existing User Login’ ના વિકલ્પથી આ કામ કરો.
  • નવા પાસપોર્ટની અરજી માટે પૂછવામાં આવશે, ત્યારબાદ પૂછવામાં આવેલી માહિતી ઉપલબ્ધ કરાવો.
  • પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફી ચૂકવવી પડશે.
  • આ બધુ કામ પૂર્ણ થયા બાદ એપ્વોઈંટમેંટ લો અને પાસપોર્ટ કેન્દ્ર જઈને દસ્તાવેજોનું સત્યાપન કરાવો.

READ ALSO

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

હાસ્ય કલાકાર અગ્રિમાને બળાત્કારની ધમકી આપનારો વડોદરાથી પકડાયો, ઇન્સ્ટા પર VIDEO કર્યો હતો વાયરલ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!