GSTV
ટોપ સ્ટોરી

નવા સંસદ ભવનની ઈમારત વિદિશામાં આવેલા વિજય મંદિરથી પ્રેરિત!, જાણો તેનો સંપૂર્ણ ઈતિહાસ

આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો છે, તેમાંથી એક મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું વિજય મંદિર છે. હાલમાં, આ મંદિર ચર્ચામાં છે કારણ કે નવા સંસદ ભવનની ડિઝાઇન તેની સાથે મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, 28મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદભવનના ઉદ્ઘાટનની તારીખ નક્કી થયા બાદ જ વિદિશાનું વિજય મંદિર ચર્ચાનો વિષય બની ગયું છે.

વિજય મંદિરનો ઈતિહાસ અને પ્રથમવાર ઉલ્લેખ

વિજય મંદિર મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં સ્થિત કિલ્લાની અંદર બનેલું છે. આ મંદિરનો ઉલ્લેખ 1024માં મહમૂદ ગઝની સાથે આવેલા વિદ્વાન અલબેરુનીએ પોતાના પુસ્તકોમાં કર્યો છે. તેમના અનુસાર, આ મંદિર તે સમયના સૌથી મોટા મંદિરોમાંનું એક હતું. કહેવાય છે કે, આ મંદિરમાં હંમેશા ભક્તોનો જમાવડો રહેતો હતો.

મંદિરના નામનો ઈતિહાસ

ઈતિહાસકારોના મતે, આ મંદિરનું નિર્માણ ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના પ્રધાનમંત્રી વાચસ્પતિએ તેમના વિદિશાના વિજય પછી કરાવ્યું હતું. આ મંદિરના મુખ્ય ભગવાન સૂર્ય છે, જેના કારણે મંદિરનું નામ ભેલીસ્વામીન પડ્યું. આ સ્થળનું નામ પહેલા ભેલસાણી અને બાદમાં ભેલસ્વામીન પરથી ભેલસા પડ્યું હતું.

મુગલકાળના સૌથી મોટા મંદિરોમાંનું એક

ઈતિહાસકારોના મતે આ મંદિર મુગલકાળના સૌથી મોટા મંદિરોમાંનું એક હતું. તેની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ મંદિર લગભગ અડધો માઈલ લાંબું અને પહોળું હતું. તેની ઉંચાઈ લગભગ 105 ગજ હતી, જેના કારણે મંદિરના શિખર દૂરથી દેખાતા હતા. વિજય મંદિર તેની વિશાળતા અને ખ્યાતિને કારણે હંમેશા મુસ્લિમ શાસકોની આંખમાં કાંટા સમાન રહ્યું છે.

આ મંદિર પર ક્યાં ક્યાં સમયે આક્રમણ થયું

ઈતિહાસકારોના મતે વિજય મંદિર પર પહેલો હુમલો મુસ્લિમ આક્રમણખોર ઈલ્તુત્મિશ દ્વારા 1233-34માં કરવામાં આવ્યો હતો. પછી વર્ષ 1250માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. થોડા વર્ષો પછી, 1290 ADમાં, અલાઉદ્દીન ખિલજીના મંત્રી મલિક કાફુરે તેના પર ફરીથી હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. 1460 ADમાં મહમૂદ ખિલજી અને 1532માં ગુજરાતના શાસક બહાદુર શાહે મંદિરને વધુ નુકસાન પહોંચાડ્યું હતું.

મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિર તોપોથી ઉડાવી દીધું હતું

મંદિરના સંપૂર્ણ વિનાશ પછી પણ લોકોમાં આ મંદિરમાં લોકોને અતૂટ શ્રદ્ધા હતી. મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિરને 1682માં તોપોથી ઉડાવી દીધું હતું. આજે, મંદિરના કેટલાક ભાગોમાં તોપના ગોળીબારના નિશાન જોઈ શકાય છે. ઔરંગઝેબના મૃત્યુ પછી, હિન્દુઓએ ફરીથી આ સ્થાન પર પૂજા કરવાનું શરૂ કર્યું. 1760માં, પેશ્વાએ આ મંદિરની ભવ્યતા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

READ ALSO

Related posts

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

Biparjoy Cyclone / બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના તમામ 7 બંદરો પર એલર્ટ, કંડલા અને મુન્દ્રામાં કામગીરી ઠપ્પ

Nakulsinh Gohil

કરોડોના વિકાસકાર્યો, દર વર્ષે આવે છે 50 લાખથી વધુ યાત્રિકો, આમ છતાં પાવાગઢમાં સરકારી દવાખાનાની કોઈ સુવિધા જ નથી!

Nakulsinh Gohil
GSTV