GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

લ્યો બોલો! બરમૂડો, શૉર્ટ્સ કે લુંગી પહેરીને વાહન હંકારશો તો ભરવો પડશે ચાર ગણો દંડ

જો તમે બરમુડા, શૉર્ટ્સ અથવા લુંગી પહેરીને ડ્રાઇવિંગ કરશો તો તમારે ચાર ગણો દંડ ભરવો પડશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એસપી ટ્રાફિકે નવો ફરમાન જારી કર્યો છે. તેના અંતર્ગત મોટા અને હેવી વ્હીકલ જો ટ્રાફિક એક્ટના નિયમો અનુસાર કપડા નહી પહેરેલા હોય તો નવા દરે દંડ વસૂલવામાં આવશે.

એસપી ટ્રાફિકે કહ્યું કે તમામ મોટર ગાડી ચલાવનારાઓ માટે ખાસ રીતે ડ્રેસ કોડ઼ હશે. આ ડ્રેસ કોડમાં પેન્ટ, શર્ટ, જૂતા સામેલ છે. મોટર ડ્રાઇવિંગ સમયે કોઇપણ પ્રકારની લૂંગી કે કોઇ અન્ય ડ્રેસ પહેરવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઇ ગયો છે અને ટ્રાફિક રૂલ્સ તોડનારે ભારે દંડ ભરવો પડી રહ્યો છે. દંડની ભારે કિંમતથી હલચલનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર આ અંગે તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. નિતિન ગડકરીએ કહ્યું કે આપણે કાયદાનું સન્માન કરવુ જોઇએ અને કાયદાનો ડર પણ હોવો જોઇએ.

1 સપ્ટેમ્બરથી લાગુ આ નવા નિયમ બાદ દેશમાં એવા અનેક મામલા સામે આવ્યાં છે, જ્યાં ટ્રાફિક રૂલ્સ તોડવા પર હજારો રૂપિયાનો દંડ ભરવો પડે છે. તેને લઇને નિતિન ગડકરીએ કહ્યું કે જો ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાથી કોઇ એક્સિડેંટ થાય છે તો પછી તેની જવાબદારી કોણ લેશે.

motor vehicle bill

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રકારના દંડની રાશિ વધારવાની સરકારની ઇચ્છા ન હતી. મહત્વની વાત એ છે કે એક સમય એવો આવવો જોઇએ જ્યાં આ પ્રકારનો કોઇ દંડ ન હોય અને સૌકોઇ નિયમોનું પાલન કરે.

કેન્દ્ર દ્વારા લાગુ મોટર વ્હીકલ એક્ટનો વિરોધ પણ થઇ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ યુનિયન, ટેક્સી યુનિયન સહિત અનેક અન્ય સંગઠનો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વાત કરી છે.

Read Also

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!