ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પરની સૌ પ્રથમ મેચ બનશે. આ માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમ હવે ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા સાથે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને પાછળ પાડી વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. અગાઉના મોટેરા સ્ટેડિયમને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરીને હવે જે સ્ટેડિયમ આકાર પામ્યું છે.

મોટેરામાં છે એવી ખાસિયતો દુનિયાના કોઇ સ્ટેડિયમમાં નથી
તે માત્ર પ્રેક્ષકોની સંખ્યાના રેકોર્ડની રીતે જ આગવુ નથી પણ તેમાં પણ જે બીજી ખાસિયતો ઉમેરાઇ છે તે વિશ્વના કોઇ ક્રિકેટ સ્ટેડિયમમાં નથી. જેમ કે સ્ટેડિયમના ગ્રાઉન્ડની વચ્ચે ૧૧ જેટલી પીચ છે. તેવી જ રીતે પરંપરાગત રીતે નાઇટ ક્રિકેટ માટે સ્ટેડિયમમાં બલ્બ ધરાવતા ટાવર્સ હોય પણ મોટેરામાં રૂફ ફરતે એલઈડી ફ્લડલાઇટ્સ લગાવવામાં આવી છે જેના લીધે બોલ હવામાં આકાશની ઊંચાઇએ હોય તો પણ અમ્પાયર, ફિલ્ડર અને પ્રેશ્રકો તે જોઇ શકે. સામાન્ય રીતે ક્રિકેટમાં બે ટીમ હોઇ બે ડ્રેસિંગ રૂમ હોય પણ મોટેરામાં ચાર ડ્રેસિંગ રૂમ જે તમામમાં જીમ્નેશિયમની સગવડ પણ રાખવામાં આવી છે.

મુખ્ય પીચ અને પ્રેકટિસ માટેની પીચ બંનેમાં એક જ પ્રકારની માટીનો ઉપયોગ કરાતો હોય તે રીતે પણ આ પ્રથમ સ્ટેડિયમ છે. આ ઉપરાંત ૮ સેન્ટીમીટર જેટલું વરસાદી પાણી પણ ગણતરીના સમયમાં મેદાનમાંથી નીકળી જાય તેવી ડ્રેનેજ સિસ્ટમ અને અદ્યતન સાધનો પણ વિદેશથી મંગાવાયા છે. ૬૬ એકરમાં ફેલાયેલા સ્ટેડિયમમાં છ ઈન્ડોર પીચ, બોલિંગ મશીન, હોલ ઓફ ફેમ, એસી કોર્પોરેટ બોક્સ, ૭૬ કોર્પોરેટ બોક્સ અને ક્લબ હાઉસની સગવડ છે.
Read Also
- પીએમ મોદીની દાઢીની તુલના નીચે જતી જીડીપી સાથે, શશિ થરુરે શેર કર્યો મેમ
- અમદાવાદમાં આઇશા આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, અન્ય યુવકનું નામ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી!
- ગુડબુક/ રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ
- ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત
- સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ