GSTV
Home » News » મહિલાઓની સુરક્ષા માટે નવા કાયદા નહીં રાજકીય ઇચ્છા શક્તિની જરૂર : નાયડુ

મહિલાઓની સુરક્ષા માટે નવા કાયદા નહીં રાજકીય ઇચ્છા શક્તિની જરૂર : નાયડુ

ઉપ-રાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ આજે કહ્યું હતું કે મહિલાઓ પર ગુજારવામાં આવતા અત્યાચરો પર નિયંત્રણ કરવા માત્ર નવા કાયદા જ પુરતા નથી, બલકે સામાજીક દુષણને અટકાવવા રાજકીય ઇચ્છા શક્તિ અને વહીવટી કુશળતાની પણ જરૂર હોય છે.

ઉન્નાવ અને હૈદરાબાદના બળાત્કારનો ઉલ્લેખ કરીને નાયડૂએ કહ્યું હતું કે ‘ભારતીય સંસ્કૃત્તિમાં આપણે મહિલાને માતા અને બહેન માનીએ છીએ.પરંતુ તાજેતરમાં જે કંઇ બન્યું તે ખરેખર શરમજનક છે અને આપણા સૌના માટે મોટો પડકાર છે. આ પ્રકારનો ભેદભાવ અને અત્યાચારોને અટકાવવા આપણે સૌએ પ્રયાસો કરવા જ જોઇએ’.

સીમ્બોસીસ ઇન્ટરનેશનલ યુનિ.ના 16મા પદવીદાન સમારંભને સંબોધતા ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નવા કાયદાઓ પુરતા નથી.’અમે નિર્ભયા બિલ લાવ્યા હતા, શું થયું? શું બળાત્કારની સમસ્યા ઉકેલાઇ?

હું નવા કાયદા કે ખરડાની વિરૂધૃધ નથી, પરંતુ મને હમેંશા એવું લાગે  છે કે મહિલાઓ પર કરાતા અત્યાચારોને રોકવા રાજકીય ઇચ્છા શક્તિ અને વહીવટી કુશળતા ખુબજ જરૂરી છે.આપણી માનસિકતામાં પરિવર્તન સમયની તાતી જરૂર છે અને આપણે આપણી સંસ્કૃત્તિ તરફ પાછા ફરવું જ પડશે’.

તેમણે ઉમેર્યું હતું કે આવી ઘટનાઓને ધર્મ અને રાજકીય નજરે જોઇશું તો માની લો કે ઉદ્દેશ ભુલાયો છે. ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આવી ઘટનાઓ દેશને બદનામ કરે છે.પરંતુ તેમણે ચેતવણી પણ આપી હતી કે આવા સમયે રાષ્ટ્રના ભોગે રાજકારણ રમવું ના જોઇએ.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah

વિતેલા જમાનાના બે શાનદાર એક્ટર વચ્ચે ટ્વીટર વૉર, CAA પર આમને સામને આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!