GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં વાહનચાલકો માટે લાગુ પડ્યો આ નિયમ, ભૂલ કરી તો ઘરે નહીં પોલીસ સ્ટેશનમાં જશે ટુ વ્હિલર કે ફોર વ્હિલર

Last Updated on April 29, 2020 by Mayur

ગુજરાત રાજ્યમાં લોકો લોકડાઉનનું ચુસ્તપણે પાલન નથી કરી રહ્યાં અને હવે લોકડાઉન 2.0ના અંતિમ સપ્તાહમાં કડક પાલન કરવા માટે ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ લાલ આંખ કરી રહી છે. કોરોનાને અટકાવવા લોકોની હેરફેર ઓછી થાય અને લોકો વચ્ચે સંપર્ક ઘટાડવા માટે હવેથી ટૂ વ્હીલર પર એક અને ફોર વ્હીલરમાં બે થી વધુ લોકો સવારી કરતા હશે તો વાહન જપ્ત કરવામાં આવશે. ભેગા બેસવાથી નિયમોનું પાલન થતું નથી જેને લઈને પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે,તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે જણાવ્યું છે. મુખ્યમંત્રીએ પણ સૂચન કર્યું છે કે, આ સંક્રમણથી બચવા માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનો ફરજીયાત અમલ કરવામાં આવે. જ્યાં કેસો નથી કે ઓછા છે તેવા વિસ્તારોના લોકોએ વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. આવા વિસ્તારોમાં લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું જોઈએ.

લોકડાઉનનું ચુસ્ત પાલન કરો

રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ નાગરિકોને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અને અપાયેલી છૂટછાટનો દુરૂપયોગ ન કરવાની અપીલ કરી છે. ડીજીપીએ જણાવ્યું કે તંત્ર દ્વારા ગોધરામાં દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી હતી પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહિત અન્ય નિયમોનું પાલન ન થતું હોવાથી ફરી દુકાનો બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આથી ગોધરામાં હવે સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ માટે ગોધરામાં એસઆરપીની વધુ એક ટીમ ફાળવવામાં આવી છે. ડીજીપીએ જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો કરનારા 2 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં ગુનાઓની માહિતી આપતા કહ્યું કે ગઇકાલે સીસીટીવી ફૂટેજના આધારે 74 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કે ખોટી અફવા ફેલાવવા બદલ 19 ગુનાઓ દાખલ કરાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!