GSTV

નવા શ્રમ કાયદાઓ પર થશે આજે મળશે બેઠક, અનેક પ્રસ્તાવો પર લાગી શકે છે મોહર

બેઠક

નવા શ્રમ કાયદા અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે સંકળાયેલી બાબતો અંગે આજે એક મહત્વની બેઠક થશે. શ્રમ મંત્રાલય ઉદ્યોગ જગતના પ્રતિનિધિ અને શ્રમ સંગઠનો વચ્ચે થનારી આ બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને મજૂરોની રજાને વધારવા પર મોહર લાગી શકે છે.

ક્યા પ્રસ્તાવો પર લાગી શકે છે મોહર

ભારતીય મજૂર સંઘે માંગ કરી છે કે જે કર્મચારીઓનું વેતન 15 હજાર રૂપિયા  સુધીનું હોય તેમનું PF કાપવામાં ન આવે. PF કાપવા પરની લિમિટ 21 હજાર રૂપિયા સુધી વધારવામાં આવે. આ ઉપરાંત નોકરી દરમ્યાન રજાઓ 240થી વધારી 300 સુધીની કરવામાં આવે. આ ઉપરાંત એક માંગ એ પણ કરવામાં  આવી છે કે મજૂરોના હિસાબે અલગ-અલગ કાયદાઓ બનાવવામાં આવે કારણ કે વેતન મજૂરો અને કંપનીના કર્મચારીઓનું કામ અલગ પ્રકારનું હોય છે. જો આજે થનારી બેઠકમાં આ પ્રસ્તાવોને સહમતી મળે તો કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય સાબિત થઈ શકે છે.

1 એપ્રિલથી લાગૂ થશે નવો નિયમ

શ્રમ સુધારા સાથે સંકળાયેલા નવા કાયદો ગત વર્ષે સાંસદ પાસે પહોંચ્યો હતો. સરકારનો પ્રયાસ છે કે આ નવો કાયદો 1 એપ્રિલથી અમલમાં આવે પરંતુ હજી સુધી આ કાયદાઓ પર તમામ પક્ષની સહમતી નથી બની. અને શ્રમ સંગઠન નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સૂત્રો અનુસાર, આજે થનારી બેઠકમાં આ કાયદાઓ પર અંતિમ ચર્ચા થવાની છે. સરકારને અપેક્ષા છે કે તમામ પક્ષોને રાજી કરવામાં આવે જો આવું થશે તો તેને કાયદાનું રૂપ આપવામાં આવશે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!