GSTV
Trending ગુજરાત

નવો કાયદો/ 1.80 લાખ કંપનીઓ માટે એપ્રિલથી બદલાઈ જશે નિયમો, આટલું ટર્નઓવર હશે તો ફરજિયાત ભરવું પડશે ઈનવોઈસ

સરકાર મોટી સંખ્યામાં કંપનીઓને ગુડ્સ એન્ડ સલગમકસ ટેક્સ (જીએસટી) હેઠળ આવરી લેવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે રૂ. ૨૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) ટ્રાન્ઝેક્શન કરનાર કંપનીઓની માટે ફરજિયાત ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ (ઇ-ઇનવોઇસ)નો નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લાગુ કરવાથી જીએસટી હેઠળ રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યામાં ૭૫ ટકાનો વધારો થશે અને ૧.૮૦ લાખ કંપનીઓ હવે ઇ-ઇનવોઇસના દાયરામાં આવી જશે. આ સાથે આવી કંપનીઓ માટે કરચોરી કરવી મુશ્કેલ બની જશે.

૧લી એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા નાણાંકીય વર્ષથી આ નિયમ લાગુ કરવામાં આવશે

એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, ૧લી એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા નાણાંકીય વર્ષથી આ નિયમ લાગુ કરવામાં આવશે અને ૧.૮૦ લાખ જીએસટી આઇડેન્ટિફિકેશન નંબર (જીએસટીઆઇએન) એટલે કે કંપનીઓ ઉમેરાશે. હાલ તેની સંખ્યા ૨.૪૦ લાખ છે. નવી કંપનીઓ ઉમેરાતા જીએસટીઆઇએનની કુલ સંખ્યા ૪.૨૦ લાખ થવાની શક્યતા છે. અલબત્ત એક કંપની પાસેથી એકથી વધારે જીએસટીઆઇએન હોઇ શકે છે.

જીએસટી કાયદા હેઠળ સૌથી પહેલા ઇ-ઇનવોઇસના દાયરામાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક ટર્નઓનર ધરાવતી કંપનીઓને લાવવામાં આવી હતી. ત્યારબાદ ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી રૂ. ૧૦૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે આ નિયમ લાગુ કરાયો હતો. ત્યારબાદ ૧લી એપ્રિલ ૨૦૨૧થી રૂ. ૫૦ કરોડથી વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત કરાયુ હતુ.

નવા નિયમની શું અસર થશે?

  • ૧.૮૦ લાખ કંપનીઓ ઇ-ઇનવોઇસના દાયરામાં આવી જશે
  • કંપનીઓ માટે કરચોરી કરવી મુશ્કેલ બની જશે
  • ઇ-ઇનવોઇસથી મેન્યુઅલ રિપોર્ટિંગ પ્રક્રિયામાં ઘટાડો થશે
  • બોગસ ટેક્સ ક્રેડિટની ઘટનાઓ પર લગામ લાગશે
  • માસિક જીએસટી ક્લેક્શનમાં વધારો થશે

દેશમાં વાર્ષિક રૂ. ૨૦થી ૫૦ કરોડ ટર્નઓવરવાળી કંપનીઓની સંખ્યા લગભગ ૨.૨૦ લાખ છે જેમાં વીમા, બેન્કિંગ અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, માલસામાન અને પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, સેઝમાં કાર્યરત એકમો છે જેમને અત્યાર સુધી ઇ-ઇનવોઇસમાંથી મુક્તિ હતી.

ઓક્ટોબર ૨૦૨૦માં ઇ-ઇનવોઇસની વ્યવસ્થા લાગુ કરાઇ તે સમયે જીએસટીઆઇએનમાં જોડાયેલી કંપનીઓની સંખ્યા ૫૩,૫૨૩ હતી, ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૧માં વધુ ૯૧,૫૮૩, એપ્રિલ ૨૦૨૧માં ૮૫,૪૬૧ કંપનીઓ ઉમેરાતા કુલ સંખ્યા ૨,૪૦,૫૬૭ થઇ ગઇ હતી. ઇ-ઇનવોઇસ સિસ્ટમમાં કંપનીઓની સંખ્યા વધવાથી જાન્યુઆરી ૨૦૨૨માં જીએસટી ક્લેક્શન ચોથીવાર રૂ. ૧.૩૦ લાખ કરોડથી વધારે રહ્યુ હતુ.

READ ALSO

Related posts

શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

Padma Patel

અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ

Padma Patel

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા

Padma Patel
GSTV