GSTV
Home » News » ફક્ત 10 દેશોમાં કામ કરશે iPhoneનું ડ્યુઅલ સિમ ફીચર

ફક્ત 10 દેશોમાં કામ કરશે iPhoneનું ડ્યુઅલ સિમ ફીચર

એપલે ત્રણ નવા આઈફોન લોન્ચ કર્યા છે અને આ સાથે જ આખરે એપલે પોતાનો ડ્યુઅલ સિમવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પરંતુ ડ્યુઅલ સિમવાળો નવો આઈફોન તમારા કોઈ અન્ય સિમવાળા સ્માર્ટફોનના ઘણાં મામલાથી અલગ છે. ખરેખર, કંપનીએ નવા આઈફોનમાં એક નેનોસિમ જ્યારે બીજુ ઈ-સિમનો વિકલ્પ અપાયો છે.

ઈ-સિમ કાર્ડ એક વર્ચ્યુઅલ સિમ આઈડી હોય છે, જે ટેલિકૉમ ઑપરેટર દ્વારા જાહેર કરવામાં આવે છે. આ સિમ આઈડીને સ્માર્ટફોન અથવા સ્માર્ટવૉચના આઈએમઈઆઈ નંબરથી રજીસ્ટર કરવામાં આવે છે. જેના માટે યુઝર્સને અલગથી સિમ ખરીદવા માટેની જરૂરિયાત ઉભી થશે નહીં.

પરંતુ આઈફોનના આ ફીચરમાં એક સમસ્યા પણ છે. જો ભારતમાં ઈ-સિમ પરફેક્ટ રીતે કામ કરી રહ્યું હોય તેનો એ અર્થ નથી કે તે દેશની બહાર પણ આવી રીતે કામ કરશે. હાલના સમયમાં વિશ્વભરમાં ફક્ત 10 દેશ એવા છે, જ્યાં ઈ-સિમની સુવિધા મળે છે. તો જો તમે કોઈ એવા દેશમાં હોય, જ્યાં ઈ-સિમની સુવિધા મળે છે તો તેનો અર્થ એ નથી કે બીજા દેશમાં પણ તમારું સિમ કામ કરશે.

નવો iPhone XS, iPhone XS Max અને iPhone XRમાં અત્યારના ઈ-સિમના ફીચર ઓસ્ટ્રિયા, કેનેડા, ક્રોટિયા, ચેક ગણરાજ્ય, જર્મની, હંગરી, ભારત, સ્પેન, યુકે અને યુએસમાં સુવિધા અપાય છે. ભારતમાં આ સુવિધા ફક્ત એરટેલ, પોસ્ટપેડ અને રિલાયન્સ જીયો સબસ્ક્રાઈબરને મળે છે. આ પ્રકારે સ્પેનમાં આ સેવા ફક્ત વોડાફોન આપે છે. ઈ-સિમની સેવા બધા ટેલિકૉમ ઑપરેટર દ્વારા પુરી પાડવામાં આવતી નથી. એટલે બની શકે કે તમારો નવો ડ્યુઅલ સિમ વાળો આઈફોન જૂના આઈફોન જેવો જ રહે.

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!