GSTV
Home » News » 1 ડિસેમ્બરથી 15 ટકા સુધી મોંઘી થઈ શકે છે નવી વીમા પોલિસી

1 ડિસેમ્બરથી 15 ટકા સુધી મોંઘી થઈ શકે છે નવી વીમા પોલિસી

વિમા નિયામક ઇરડાના જુલાઇમાં જાહેર નોન લિંક્ડ વીમાં પોલિસના નવા નિયમ 1 ડિસેમ્બર 2019થી લાગુ રહેશ.બધા વીમા કંપનીઓને 30 નવેમ્બર સુધી નવા નિયમો અનુસાર વીમા પોલિસીમાં બદલાવ કરવાનું કહેવામાં આવ્યુ છે. વીમા નિયમનકાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA) દ્વારા જુલાઈમાં જારી કરવામાં આવેલી નોન-લિંક્ડ અને લિંક્ડ વીમા પોલિસીના નવા નિયમો 1 ડિસેમ્બર 2019થી અમલમાં આવશે.

તમામ વીમા કંપનીઓએ નવા નિયમો અનુસાર 30 નવેમ્બર સુધીમાં ઇન્શ્યોરન્સ પ્રોડક્ટમાં ફેરફાર કરવો પડશે. IRDA અનુસાર, વીમા કંપનીઓને પોલિસીના પ્રીમિયમમાં 15%નો વધારો અથવા ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે. IRDAએ તમામ વીમા કંપનીઓને 30 નવેમ્બર સુધીમાં નવા નિયમો અનુસાર વીમા પોલિસીમાં ફેરફાર કરવા જણાવ્યું છે.

પરિવર્તનના ભાગરૂપે, દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઇફ ઇન્શ્યરન્સ કોર્પોરેશન (LIC)એ પણ 30 નવેમ્બર સુધીમાં બે ડઝનથી વધુ વ્યક્તિગત વીમા પોલિસી, આઠ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન અને સાતથી આઠ રાઇડર પ્લાનને 30 નવેમ્બર સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. જો કે, LICએ કહ્યું કે તે ભવિષ્યમાં IRDA નિયમો હેઠળ આ નીતિઓને ફરીથી લોન્ચ કરશે. એક અનુમાન મુજબ, IRDAના નવા નિયમો હેઠળ 75%થી 80% વીમા પોલિસી 30 નવેમ્બર સુધીમાં બંધ થઈ જશે.

IRDAએ તમામ વીમા કંપનીઓને 30 નવેમ્બર 2019 સુધીમાં નવા નિયમો હેઠળ તેમની પ્રોડક્ટ્સને બદલવા જણાવ્યું છે. IRDAએ કહ્યું કે, જે પ્રોડક્ટ્સ નવા નિયમો હેઠળ બદલી શકાતી નથી તેને 30 નવેમ્બર 2019 સુધીમાં પરત લેવામાં આવશે. વીમા કંપનીઓ જે પ્રોડક્ટ્સ પરત લઈ રહી છે તેને ત્રણ મહિનાની અંદર એટલે કે 29 ફેબ્રુઆરી 2020 સુધીમાં બદલી શકાશે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!