GSTV

SBIની નવી પહેલ! પેન્શન ધારકો માટે શરૂ કરી આ ખાસ સર્વિસ, એક ક્લિકે પેન્શનર્સને મળશે આટલી સુવિધાઓનો લાભ

SBI

Last Updated on September 13, 2021 by Bansari

SBI pension seva website news: એસબીઆઇ પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકો માટે ખાસ રજૂઆત કરી છે. ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પેન્શન મેળવનારાઓ માટે ખાસ કરીને એક અપગ્રેટેડ વેબસાઇટ https://www.pensionseva.sbi/ની સેવા શરૂ કરી છે. તે અંગર્ગત બેંક પેન્શન સાથે સંબંધિત કામકાજને વધુ સરળ બનાવશે. તેમાં ગ્રાહકોને પેન્શન સાથે સંબંધિત દરેક પ્રકારની સર્વિસ મળશે. આ વેબસાઇટમાં તમને તમારુ રજીસ્ટ્રેશન કરવાનું છે. તે બાદ તમને તેમાં લોગ ઇન કરવાનું છે અને તે બાદ તમે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ તેના વિશે.

પેન્શન

મળશે આ મહત્વપૂર્ણ સુવિધાઓ

  1. એસબીઆઇના ટ્વીટ અનુસાર, વેબસાઇટમાં તમે એરિયર કેલ્ક્યુલેશન શીટ ડાઉનલોડ કરી શકો છો.
  2. આ ઉપરાંત તમે તેમાં પેન્શન સ્લીપ અથવા ફોર્મ-16 ડાઉનલોડ કરી શકો છો.
  3. તેમાં તમે તમારી પેન્શન પ્રોફાઇલ ડીટેલની તમામ જાણકારી પણ જોઇ શકો છો.
  4. જો તમે ક્યાંક કોઇ રોકાણ કર્યુ છે તો તે પણ જોઇ શકો છો.
  5. સાથે જ તમે લાઇફ સર્ટિફિકેટનું સ્ટેટસ પણ જોઇ શકો છો.
  6. બેંકમાં કરેલી ટ્રાન્જેક્શન ડિટેલ્સ જોઇ શકો છો. કુલ મળીને પેન્શનને લગતા કામ ખૂબ જ સરળ થવાના છે.
sbi

મળશે અનેક એક્સટેંડેટ બેનેફિટ

  1. આ વેબસાઇટ પર રજીસ્ટર થયા બાદ તમને ઘણા બેનેફિટ થશે.
  2. તમને પેન્શન પેમેન્ટ ડિટેલની મોબાઇલ ફોન પર એલર્ટ મળશે.
    3.બ્રાન્ચમાં જીવન પ્રમાણન સુવિધા મળશે.
  3. ઇમેલ દ્વારા પેન્શન સ્લિપ મળશે.
  4. તમે કોઇપણ એસબીઆઇની બ્રાન્ચમાં પોતાની લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે.

આ નંબર્સને કરી લો સેવ

જો તમને આ વેબસાઇટ પર કોઇ પરેશાની આવે તો તમે બેંકનો સંપર્ક સાધી શકો છો. તમને જો લોગ ઇન કરવામાં સમસ્યા આવી રહી છે તો તમે ‘એરર સ્ક્રીન શૉટ’ની સાથે પોતાની વાત [email protected] પર ઇમેલ કરી શકો છો, સાથે જ તમે UNHAPPY ટાઇપ કરીને 8008202020 નંબર પર એસએમએસ કરી શકો છો. આ ઉપરાંત તમે કસ્ટમર કેર નંબર 18004253800/1800112211 અથવા 08026599990 પર પણ સંપર્ક સાધી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Related posts

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah

શેરબજાર ધરાશયી: કોરોનાના નવા ખતરનાક વેરીએન્ટના ડંખથી વૈશ્વિક બજારો તૂટયા, ભારતીય રોકાણકારોના તો 7.36 લાખ કરોડ ધોવાયા!

pratik shah

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા HCનું સખ્ત વલણ, GPCBને કર્યો આ આદેશ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!