GSTV

Income Tax: નવા આવકવેરા પોર્ટલ પર 43 સમસ્યાઓ, કર વ્યાવસાયિકોના સંગઠનનું નિવેદન

Last Updated on June 21, 2021 by Vishvesh Dave

આવકવેરા સંબંધિત વ્યાવસાયિક સેવાઓ પૂરી પાડવા વાળાઓનું સંગઠન ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સ એસોસિએશન (ડીપીટીએ) એ કહ્યું છે કે તેઓ નવા શરૂ થયેલા આવકવેરા પોર્ટલ પર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ડીપીટીએએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે આ પોર્ટલમાં લગભગ 40 સમસ્યાઓ છે. ડીપીએટીએ નાણાં પ્રધાનને વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ વેરાની ચુકવણી માટેની છેલ્લી તારીખ બે મહિના વધારવાની અને 30 જૂન સુધી બાકી રહેલી ટીડીએસ / ટીસીએસ સ્ટેટમેન્ટ્સ રજૂ કરવાની તારીખ અને અન્ય ઓપચારિકતાઓનું અનુપાલન કરવાની તારીખ વધારવાની અપીલ કરી હતી.

ટેક્સ

સંગઠને કહ્યું કે કોવિડ -19 રોગચાળાને કારણે મોટાભાગના રાજ્યોમાં ઓફિસ કાર્યરત નથી, તેથી તારીખો લંબાવી દેવી જોઈએ.

વિવાદ સે વિશ્વાસ યોજના

ડીપીટીએના પ્રતિનિધિ સમિતિના અધ્યક્ષ નારાયણ જૈને જણાવ્યું હતું કે નવા પોર્ટલ પર વિવાદ સે વિશ્વાસ યોજના (વીએસવી) હેઠળ ચુકવણીનો કોઈ વિકલ્પ નથી જેના કારણે ટીડીએસ / ટીસીએસ સ્ટેટમેન્ટ નોંધાઈ રહ્યું નથી. તેવી જ રીતે, કલમ 12 એબી અને 80 જી હેઠળ સોસાયટીઓ અને ટ્રસ્ટ વગેરેની નવી નોંધણી માટે અરજી કરવા માટે ફોર્મ 10 એ ઉપલબ્ધ નથી, જ્યારે આ માટેની છેલ્લી તારીખ 30 જૂન છે.

તેમણે પી.ટી.આઇ.-ભાષાને કહ્યું, ‘કલમ 143 (૧) હેઠળ આઇટી સંજ્ઞાન અને ઘોષણાને ડાઉનલોડ કરી શકાતી નથી, ડીઆઈએન સંખ્યા પણ આપમેળે ભરવામાં આવી રહી છે, આવકવેરા ચુકવણીના ચલણ નંબરોની ચકાસણી કરવામાં આવતી નથી, ડિજિટલ હસ્તાક્ષરનું પ્રમાણપત્રની નોંધણી નથી થઇ રહી અથવા અપડેટ નથી થઇ રહ્યું. ઇ-પ્રોસિડિંગ્સ ટેબ પણ કામ કરી રહ્યું નથી.

ઇન્ફોસીસ સાથે બેઠક

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે, 22 જૂને ઈન્ફોસિસ અધિકારીઓ સાથેની બેઠક પૂર્વે ઉદ્યોગ સંગઠનોના સૂચનો મંગાવ્યા હતા. નાણાં પ્રધાને સંગઠનોને 18 જૂન સુધીમાં સમસ્યાઓની વિગતો આપવા જણાવ્યું હતું.

મહત્ત્વની વાત એ છે કે નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ 22 જૂને ઇન્ફોસીસ સાથે બેઠક કરશે અને આવકવેરાની ઇ-ફાઇલિંગ માટે નવા પોર્ટલ દ્વારા આવી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરશે. તેમાં આઈસીએઆઈના સભ્યો, ઓડિટર્સ, સલાહકારો, કરદાતાઓ અને ઈન્ફોસિસની ટીમ પણ તકનીકી મુદ્દાઓ અંગે વાત કરશે.

ALSO READ

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!