GSTV
Home » News » સ્ટીલ પ્રોડકટસ માટે નવા આયાત નિયમનો એન્જિનિયરિંગ નિકાસકારોની ચિંતામાં વધારો જ કરશે

સ્ટીલ પ્રોડકટસ માટે નવા આયાત નિયમનો એન્જિનિયરિંગ નિકાસકારોની ચિંતામાં વધારો જ કરશે

વૈશ્વિક મંદીને કારણે  દેશનો સ્ટીલ ઉદ્યોગ નિકાસ મોરચે ઝઝુમી રહ્યો છે ત્યારે સ્ટીલ પ્રોડકટસની આયાત પર છેલ્લામાં છેલ્લા નિયમનો ભારતના એન્જિનિયરિંગ માલસામાનના નિકાસકારોની ચિંતામાં વધારો કરાવશે, એમ એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. એન્જિનિયરિંગ માલસામાન બનાવતી કંપનીઓ માટે સ્ટીલ એક મુખ્ય કાચો માલ છે.

સ્ટીલ ઈમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમના નામે ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનને કારણે મોટા ભાગના સ્ટીલ પ્રોડકટસની આયાત માટે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત બન્યું  છે.

 ભારતમાં સ્ટીલ પ્રોડકટસની થતી આયાત માટે ફરજિયાત રજિસ્ટ્રેશનને કારણે દેશમાં આવતા સ્ટીલ પર નજર રાખવાનું સરળ બનશે એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. જો કે આ માટેનું સ્પેસિફિકેશન જરૂરી નહીં હોવાનું જણાય છે.

એક આયાતકાર તેના માલના આગમનની અપેક્ષિત તારીખના ૬૦માં દિવસ અને ૧૫મા દિવસની વચ્ચે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન એક સારી વાત છે પરંતુ તેના પર ફિ શા માટે વસૂલાવા જોઈએ. ફી  વસૂલાતથી આયાતકારોની આવક પર દબાણ આવી શકે છે.

ફી વસૂલવાના નિર્ણયમાં કોઈ વ્યવહારિકતા જણાતી નથી એમ એક ટેકસ્ કન્સલટન્ટે જણાવ્યું હતું. ઓછામાં ઓછા ૫૦થી ૧૦૦ ટન્સની લોટ સાઈઝમાં સ્ટીલ પ્રોડકટસની આયાત જંગી માત્રામાં કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન ફી આયાતી માલની ચોક્કસ ટકાવારી પ્રમાણે વસૂલાશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે નજીકના દેશો ખાસ કરીને દૂબઈ ખાતેથી આવતા માલસામાનના આગમનની  જાણ ૪થી ૬ દિવસ અગાઉ જ થાય છે, ત્યારે આવી સ્થિતિમાં ૧૫માં દિવસનું ધોરણ કઈ રીતે વ્યવહારુ સાબિત થશે તે સમજી શકાય એમ નહીં હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.

એપ્રિલ-જુલાઈના ગાળામાં દેશની એન્જિનિયરિંગ નિકાસ બે ટકા જેટલી ઘટી છે. ભારત ખાતેથી સ્ટીલની થતી આયાત કવોટા પર યુરોપે કાપ મૂકતા નિકાસમાં વધારો થવાની શકયતા ઓછી જણાય છે.

Read Also

Related posts

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!