GSTV
Home » News » બજેટમાં હોમલોન પર કર કપાત વધી પણ બધા લોનધારકોને તેનો લાભ નહી મળે

બજેટમાં હોમલોન પર કર કપાત વધી પણ બધા લોનધારકોને તેનો લાભ નહી મળે

નાણા મંત્રી નિર્મલા સીતારમને તેમના પ્રથમ યુનિયન બજેટની સ્પિચમાં જાહેરાત કરી હતી કે હોમ લોન ઉપરની વ્યાજની ચુકવણી ઉપર રૂ.૧.પ લાખ વધારાની કર કપાત કરવામાં આવશે. આ જાહેરાત ખુબજ સારી કહી શકાય પરંતુ આ કપાતની મર્યાદા છે જેમાં કરની કપાતમાં સંપૂર્ણ મુલ્ય પ્રાપ્ત કરવાથી રોકશે.

મોટાભાગના ઘરના માલિકો માને છે કે ફાઈનાન્સ દ્વારા મેળવેલી હોમ લોન ઉપર કમ્પાઉન્ડ ઈન્ટરસ્ટ ખુબજ મુશ્કેલ હોય છે. હોમ લોનના તબક્કાની શરૂઆત થાય છે તેમાં ઈએમઆઈનો મોટાભાગનો હિસ્સો વ્યાજની ચુકવણી માટે વપરાય છે.

તાજેતરમાં સેક્શન ર૪બી ઈનકમ ટેક્સ એક્ટના અનુસાર, હોમ લોનના વ્યાજ ઉપર પ્રતિ વર્ષ રૂ. બે લાખની કાપ આપવામાં આવી હતી હવે આ કપાતની મર્યાદા વધીને રૂ.૩.પ લાખ કરવામાં આવી ગઈ છે. રૂ.૪પ લાખ સુધીની પ્રોપર્ટી ઉપર વ્યાજ કપાતની મર્યાદા રૂ.૩.પ લાખ કરવામાં આવી છે. ધારો કે તમારી લોનથી વેલ્યુ રેશિયો ૯૦ ટકા છે અને પ્રોપર્ટી રૂ.૪પ લાખ સુધી આંકવામાં આવે છે ત્યારે વ્યાજની ચુકવણી સર્વ પ્રથમ રૂ.૩.પ લાખ સુધીની મર્યાદા હશે.

અત્યારની સ્થિતિ અનુસાર, પ્રધાન મંત્રી આવસ યોજના અંતર્ગત રૂ.૩પ લાખની મર્યાદા લાદવામાં આવી છે જે હવે રૂ.૪પ લાખ કરવામાં આવી છે. હવે ધારણા કરો કે રૂ.૪પ લાખની પ્રોપર્ટીમાંથી ૯૦ ટકા લોન દ્વારા ચુકવણી કરવામાં આવે છે એટલે લોન રૂ.૪૦.પ લાખની લીધી કહેવાય, હવે આશરે લોન ઉપર વ્યાજ ૮.૭ ટકા રાખવામાં આવ્યો છે અને લોનની ચુકવણી તબક્કાવાર રીતે ૧પ વર્ષમાં કરવામાં આવશે. બજેટની સ્પિચમાં નાણા મંત્રીએ સુચન કર્યુ છે તેના અનુસાર, પ્રથમ વર્ષે રૂ.૩.૪૬ લાખના વ્યાજની ચુકવણી કરવામાં આવશે. તે પછી બીજા વર્ષે રૂ.૩.૩૪ લાખ, ત્રીજા વર્ષે રૂ.૩.ર૦ લાખ, ચોથા વર્ષે ૩.૦૬ લાખ, પાંચમાં વર્ષે ર.૯૦ લાખ અને છઠ્ઠા વર્ષે રૂ.ર.૭ર લાખ અને સાતમાં વર્ષે રૂ.ર.પ૩ લાખની ચુકવણી થવાની છે.

ઉપરની ચુકવણીમાં પ્રથમ વર્ષે વ્યાજની ચુકવણી સૌથી વધારે છે હવે રૂ.૩.પ લાખ કપાત મર્યાદાનો લાભ દરેક વખત મળશે નહિં. વાસ્તવિક વ્યાજની ચુકવણી તબક્કાવાર ચુકવણી પછી ઘટડી રહેશે. એટલે રૂ.૪પ લાખની પ્રોપર્ટી ઉપર દરેક વખત આ કપાતનો સંપૂર્ણ લાભ મળશે નહિં.

હવે વધારાની કપાતથી લોનના પ્રથમ સાત વર્ષમાં બોરોવર લોન સાથે રૂ.૭.ર૪ લાખ સેવિંગ થવાની છે. ૩૦ ટકા સ્લેબમાં કરવેરાની ગણતરી કરી હતો સેસ પહેલા રૂ.ર.૧૭ લાખ સેવિંગ થશે એટલે પ્રતિ મહિને રૂ.રપ૮૩ અથવા પ્રતિ વર્ષે રૂ.૩૧,૦૦૦ની સેવિંગ થવાની છે. મોટા શહેરોની સાથે નાના શહેરો ઘર ખરીદનાર લોકોને આવી બચતનો ફાયદો થવાનો છે. રૂ.૪પ લાખની પ્રોપર્ટી ઉપર એડિશન્સલ ડિડક્શનનો સંપૂર્ણ લાભ લેવુ અશ્કય છે. મહાનગરીમાં સામાન્ય રીતે લોકો રબીએસકેના ઘરની કિંમત આશરે એટલી હોય છે. આ વાત સ્પષ્ટ થાય છે કે આ કપાતથી કરદાતાઓને સંપૂર્ણ રાહત મળી શકશે નહિં.

READ ALSO

Related posts

કચ્છમાં વાયુસેનાના વિમાનોએ આકાશમાં હેરતઅંગેજ કરતબો કર્યા

Nilesh Jethva

પાંચ વર્ષના ભાઈના હાથે ભૂલથી થયું ફાયરિંગ અને બે વર્ષની બહેનના થયા આવા હાલ

Nilesh Jethva

અમદાવાદમાં બુકફેરનો સીએમના હસ્તે પ્રારંભ, પાણીમાં તરતી લાયબ્રેરી બની આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!