GSTV
Gujarat Government Advertisement

કોરોના સારવાર માટે નવી ગાઈડલાઈન કરાઈ જાહેર, હોસ્પિટલમાં દાખલ કરવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

Last Updated on May 8, 2021 by Harshad Patel

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે કોવિડ19ની સારવારને લઈને નવા બદલાવ સાથેની નવી ગાઈડલાઈન બહારપાડી છે. હવે દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે કોરોના રિપોર્ટ આપવાની જરૂરિયાત નહીં પડે. પહેલા હોસ્પિટલોમાં દાખલ કરાવવા માટે કોવિડ પોઝીટીવ રિપોર્ટ અથવા તો સિટિ સ્કેન રિપોર્ટની જરૂર પડતી હતી.

કોરોના

દર્દીઓની સગવડતા માટે રાષ્ટ્રીય નીતિમાં સુધારો કરાયો

કોરોના દર્દીઓની સગવડતા માટે રાષ્ટ્રીય નીતિમાં સુધારો કરાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના ગંભીર મામલો હોય તો તેને સીસીસી, ડીસીએચસી અથવા ડીએચસી વોર્ડમાં દાખલ કરી શકાય છે. કોઈ પણ દર્દીને દાખલ કરવા માટે ના પાડી શકાય નહીં. એમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓ પણ શામેલ છે. ભલે દર્દી બીજા શહેરનો કેમ ના હોય.

આઈડી કાર્ડના આધારે ના નહીં પાડી શકે

મંત્રાલયે આગળ કહ્યું કે કોઈ પણ દર્દીને આ આધારે દાખલ કરવાથી ના ન પાડી શકાય કે તેની પાસે આ શહેરનું વેલિડ આઈડીકાર્ડ નથી. જ્યાં પર હોસ્પિટલ છે. હોસ્પિટલમાં એન્ટ્રીની જરૂરિયાતના હિસાબે હશે. આરોગ્ય મંત્રાલયે એ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઇ પણ દર્દીને જરૂરીયાતનાં હિસાબે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. તે સાથે જ તે બાબત પણ ભાર મુકવામાં આવ્યો કે હોસ્પિટલનાં બેડ પર એવા લોકોએ તો કબજો નથી જમાવ્યો કે જેને દાખલ થવાની જરૂરીયાત જ ન હોય.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી મૂકી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવોને ત્રણ દિવસની અંદર જ આ સુચનાઓનો સમાવેશ કરતા જરૂરી હુકમ અને પરિપત્ર જાહેર કરવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી મૂકી છે. લગભગ રોજના જ કોરોનાથી જોડાયેલા કેટલાયરેકોર્ડ તૂટી રહ્યા છે. એક દિવસમાં રેકોર્ડ 4187 લોકોના મોત થયા બાદ મોતની સંખ્યા 238270 પર પહોંચી ગઈ છે. જ્યારે 4 લાખ 1 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!