GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ હવે વેક્સિન લીધાના આટલા દિવસ બાદ કરી શકાશે રક્તદાન, સ્વાસ્થ્ય મંત્રાલયે નિયમોમાં કર્યો મોટો બદલાવ

રક્તદાન

Last Updated on May 7, 2021 by Bansari

હવે કોરોના સામે સુરક્ષા કવચ ગણાતી વેક્સિન લીધાના 14 દિવસ બાદ પણ લોકો રક્તદાન કરી શકે છે. અત્યાર સુધી વેક્સિન લગાવી ચુકેલા લોકો 28 દિવસ બાદ રક્તદાન કરી શકતા હતાં, પરંતુ વેક્સિન લેનાર લોકો પર રિસર્ચ અને બ્લડ બેંકોમાં ભવિષ્યમાં લોહીની અછતના નિવારણ માટે સ્વાસ્થ્ય મંત્રાલય રક્તદાનના નિયમ કાયદામાં બદલાવ કર્યો છે.

 રક્તદાન

બ્લડ ડોનેશનની આ નવી ગાઇડ લાઇનથી ઘણા દર્દીઓને રાહત

નવી ગાઇડલાઇનની સૂચના સિવિલ સર્જન કાર્યાલય તથા સ્વાસ્થ્ય વિભાગ તરફથી તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં આપી દેવામાં આવી છે. પીએમસીએચના પેથોલોજિસ્ટ વિભાગના ક્લીનિકલ પેથોલોજીસ્ટે જણાવ્યું કે બ્લડ ડોનેશનની આ નવી ગાઇડ લાઇનથી ઘણા દર્દીઓને રાહત મળશે.

28 દિવસના નિયમ અનુસાર પહેલા એક વ્યક્તિ બેથી અઢી મહિના સુધી રક્તદાન કરી શકતો ન હતો. તેવામાં સંક્રમણના કારણે સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો થયો. હવે પહેલો ડોઝ લીધાના 14 દિવસ બાદ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તેનાથી થેલેસિમિયાના દર્દીઓને રાહત મળશે. કારણ કે એક બાળકને એક મહિનામાં બે યૂનિટ બ્લડની જરૂર પડે છે.

રસીકરણની ગતિ ધીમી ન પડે, કોરોના સંકટ પર વડા પ્રધાનની સમીક્ષા બેઠક

કોરોનાની બીજી લહેરની સામે જજૂમી રહેલા દેશની હાલતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રની માળખાગત સુવિધા, રાજ્યોમાં કોરોનાની અને દવાઓની વર્તમાન સ્થિતિ વગેરેની માહિતી પુરી પાડવામાં આવી. દરમિયાન તેમણે રસીકરણની ગતિ ધીમી ના પડે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

દેશમાં કોરોના વાઇરસની સ્થિતિને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને કોરોનાની વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. પીએમઓ અનુસાર લગભગ 12 રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. ઉપરાંત જે જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.

હાઈકોર્ટ

રસીકરણની ગતિ ધીમી ન પડે તેમજ નાગરિકોને લોકડાઉનમાં પણ રસી આપવામાં આવે અને આ કામ સાથે સંકળાયેલા સ્વાસ્થ્યકર્મીઓને બીજી કોઇ જવાબદારી સોંપવામાં ન આવે તેના પર વડા પ્રધાનેભાર મુક્યો હતો.

બેઠક દરમિયાન વડા પ્રધાનને રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા હેલ્થકેરના માળાકગત સુવિધા અંગે માહિતી આપવામાં હતી. બેઠકમાં સંક્રમણને અટકાવા માટે તાત્કાલિક અને સમગ્ર ઉપાયો નિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ રસીકરણના રોડમેપની સમીક્ષા કરી. બેઠકમાં 17.7 કરોડ રસી રાજ્યોને આપવામાં આવી છે.

આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સિતારમણ, સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા વગેરે મંત્રીઓ અને અધિકારીઓ હાજર હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!