GSTV
Gujarat Government Advertisement

બિહાર ચૂંટણીમાં વધુ એક ગઠબંધન: AIMIM સાથે આ પક્ષોએ મિલાવ્યો હાથ, અમે લોકોને નવો વિકલ્પ આપ્યો: ઓવૈસી

Last Updated on October 9, 2020 by pratik shah

બિહાર વિધાનસભા ચૂંટણીમાં AIMIMના અસદુદ્દિન ઓવૈસીએ એક નવા ગઠબંધન સાથે ઝંપલાવ્યું છે. ઓવૈસીની પાર્ટી સાથે બિહારની અનેક પાર્ટીઓએ હાથ મિલાવી એક ત્રીજા મોરચાની રચના કરી છે.

ઓવૈસીએ બનાવ્યું ગ્રૈંડ ડ્રેમોકેટિક સેક્યૂલર ફ્રંટ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને મહાગઠબંધન સિવાયનું એક નવું જ ગઠબંધન સામે આવ્યું છે, જેનું નામ છે ગ્રૈંડ ડ્રેમોકેટિક સેક્યૂલર ફ્રંટ. આ ગઠબંધનમાં અસદુદ્દિન ઓવૈસીની AIMIM, ઉપેંદ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, માયાવતીની બહુજન સમાજપાર્ટી, દેવેન્દ્ર પ્રસાદ યાદવના સમાજવાદી જનતા દળ ડેમોક્રેટિક, ડો. સંજય ચૌહાણની જનવાદી પાર્ટી અને ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સામેલ છે. ઉપેન્દ્ર કુશવાહાને આ ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

અસદુદ્દિન ઓવૈસી

બિહારની 19 બેઠકો પર લડશે ચૂંટણી

ગુરુવારે આ તમામ પક્ષોએ પટનામાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રાસ કોન્ફરન્સ બાદ ઓવૈસીએ મીડિયાને જણાવ્યું કે અમારી પાર્ટી છેલ્લા પાંચ વર્ષથી બિહારમાં મહેનત કરી રહી છે. મને આશા છે કે આ ચૂંટણીમાં અમને અમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. અમારી પાર્ટી ઉપેન્દ્ર કુશવાહા દ્વારા બનાવવામાં આવેલા ગઠબંધનમાંની એક છે. અમે બિહારની 19 સીટો ઉપર ચૂંટણી લડીશું.

અમે બમણી તાકાતથી લડીશું : ઓવૈસી

ભાજપ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની અંદર અભિમાન છે. તેમને તો એવું જ લાગે છે કે લઘુમતિ મતદાતાઓ તેમના ગુલામ છે. મારા વિરોધીઓ મારા વિરુદ્ધ જેટલું બોલશે તેનાથી બમણી તાકાત વડે અમે કામ કરીશું. હાથરસની ઘટના અંગે ઓવૈસીએ કહ્યું કે હવે એવી થિયરી રજૂ કરવામાં આવે છે કે આ એક ષડયંત્ર હતું. જ્યાં પમ સરકારથી ભૂલ થાય છે ત્યાં તેઓ ષડયંત્રનો એજન્ડા ચલાવે છે. ઉત્તર પ્રદેશ સરકાર પોતાની ભૂલ છુપાવવા માટે આવું કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા

Pravin Makwana

આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા

Pravin Makwana

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!