GSTV

એન્ડ્રોઈડ યુઝર માટે ખુશીના સમાચાર એન્ડ્રોયડ 10 થશે લોન્ચ, નવા ફીચરનો મળશે આ લાભ

Last Updated on July 23, 2019 by Karan

મોટાભાગના લેટેસ્ટ એન્ડ્રોયડ ફોનમાં આપણે એન્ડ્રોયડ પાઈ એટલે કે એન્ડ્રોયડ 9 ચલાવી રહ્યા છીએ. ઓગસ્ટના મહિનામાં એન્ડ્રોયડ તેની નવી અપડેટ લઈને આવી રહ્યું છે. દર વર્ષે એન્ડ્રોયડ એક નવી અપડેટ લાવે છે. જેમાં કંઈને કંઈ નવું આવે છે. તો જાણીએ એન્ડ્રોયડ 10માં નવું શું છે. 2019ના અંતમાં ઘણા બધા ફોલ્ડેબલ આવવાના છે.

ફોલ્ડેબલ ફોનમાં એન્ડ્રોયડ નાર્મલ ફોનથી અલગ કામ કરશે. એટલા માટે એન્ડ્રોયડ 10ની સાથે ગૂગલ ફોલ્ડેબલ સપોર્ટ લાવશે. એન્ડ્રોયડ 10માં તમને ડાર્ક થીમ પણ મળશે. અત્યાર સુધી બધી એન્ડ્રોયડ ફોનમાં નોર્મલ થીમ સાથે કામ કરી રહ્યા હતા, પણ એન્ડ્રોયડ 10ની સાથે હવે આપણને ડાર્ક થીમનો ઉપયોગ કરવા મળશે.

એટલેકે આખા ફોનનું બેકગ્રાઉન્ડ ડાર્ક હશે. તેની સાથે તમે એપ્લિકેશનના આઈકોનમાં પણ તમારી મનગમતાં શેપ બદલી શકો છો. જેમ કે સ્કવાયર, સર્કિલ, સ્ક્વાયર સર્કિલ અને રેક્ટેંગલમાં. ફોનના એક્સેન્ટ કલરમાં પણ બદલી શકો છો. હવે આઈઓએસની જેમ એન્ડ્રોયડ પણ તેના સેટિંગ્સમાં નવી અપડેટ લાવી રહી છે. જેના પછી તમે જ્યારે પણ પહેલી વાર પોતાના એન્ડ્રોયડની કોઈ પણ એપ્લિકેશનને ખોલશે, તો તમારો એન્ડ્રોયડ તમારી પાસે તેનું લોકેશન શેર કરવાની માગ કરશે.

-એન્ડ્રોયડ 10ની સાથે તમને ફોનની કેમેરા ક્વોલિટી પણ સારી મળશે.
-સૌથી પહેલા અપડેટ ગૂગલના ફોનમાં આવશે. તેના પછી ડિવાઈસેસ જેવો સેમસંગ ગેલેક્સી નોટ 9, વન પ્લસ 7 જેવા ફોનમાં આવશે.

-અત્યાર સુધી વર્ઝનનું નામ આપવામાં આવ્યું નથી, લોન્ચ થવાની સાથે જ જાહેર કરશે.

Read Also

Related posts

અતિ અગત્યનું/ આધારના નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે માત્ર 3 રૂપિયામાં થઇ જશે તમારુ આ કામ

Vishvesh Dave

કામની વાત/ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના પણ હવે ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, આટલી સરળ છે પ્રોસેસ

Vishvesh Dave

ઘરે બેઠા માત્ર ચપટી વગાડીને જાણો ક્યાં ક્યાં વપરાશ થયો છે Aadhaar Cardનો, આ છે સરળ રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!