GSTV

પીએમ મોદીના જન્મદિવસ પર Namo Appમાં જોડાયા આ નવા ફીચર્સ, આ કામ કરશો તો મળશે ખાસ ભેટ

namo

Last Updated on September 17, 2020 by Bansari

પીએમ નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે Namo Appએ પ્રશંષકો માટે યુનિક મોડ્યુલ લોન્ચ કર્યુ છે. જેના ઉપયાગથી તમે પીએમ મોદીના જીવનની ઝલક પણ જોઇ શકો છો અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો છો. તેના માધ્યમથી ઉપયોગકર્તા પીએમ મોદીની જીવન-કહાની, તેમની યાત્રા, તેમની ઉપલબ્ધિઓને પહેલા ક્યારેય નહી જોયેલા પ્રારૂપમાં જોઇ શકો છો.

લોન્ચ કરવામાં આવ્યા ત્રણ અલગ મોડ્યુલ

આજે લોન્ચ કરવામાં આવેલા ત્રણ અલગ-અલગ મોડ્યુલથી દેશભરના લોકોની મોટી સંખ્યામાં ભાગીદારી જોવામાં આવી રહી છે. ઘણા લોકોએ વર્ચ્યુઅલ ટૂર કરી છે અને એપના માધ્યમથી પીએમ મોદીની કામના કરી છે. એક વિશેષ દિવસ માટે એક વિશેષ આભાસી પ્રદર્શન પણ Namo Appએ પોતાના તમામ ઉપયોગકર્તા માટે એક અભિનવ, ઇંટરેક્ટિવ અને ઇમર્સિવ અનુભવ લોન્ચ કર્યો છે.

તમે પીએમ મોદીના જીવન પર 360 ડિગ્રીનું આભાસી પ્રદર્શન પણ જોઇ શકો છો, વિશેષ સ્ટોરી પેનલ અને વીડિયો પણ છે જે તમને પીએમ મોદીના જીવન સાથે રૂબરૂ કરાવે છે. Namo App પર એક વિશેષ ક્વિઝ પણ છે જેને પીએમ મોદી અને બીજેપી વિશે લોન્ચ કરવામાં આવી છે. ક્વિઝ વિશેષ રૂપે એપ પર ઉપલબ્ધ છે, ઉપયોગકર્તા પ્રધાન મંત્રી વિશે પોતાના જ્ઞાનનું પરીક્ષણ કરી શકે છે. વિજેતાઓને પીએમ મોદીના હસ્તાક્ષર વાળા પુસ્તક ભેટ આપવામાં આવશે.

વિશેષ વીડિયો અભિવાદન

જે લોકો પીએમ મોદીને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવવા માગતા હોવ તે મનો એપના માધ્યમથી પણ કરી શકે છે. તમે વિશેષ અભિવાદન મોકલી શકો છો અને પોતાની ભાવના વ્યક્ત કરી શકો છો કે કેવી રીતે પીએમ મોદીએ તમારા જીવનને સારુ બનાવ્યું છે. આમ કરવા માટે નમો એપ ડાઉનલોડ કરીને પોતાના વિચાર અપલોડ કરવાના રહેશે.

Read Also

Related posts

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!