GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Aarogya Setu App: નવા ફીચર થકી સરળતાથી ડિલીટ કરો તમારુ એકાઉંટ, આ રીતે હટાવી શકશો સંપૂર્ણ ડેટા

ભારતના પ્રથમ કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ એપ Aarogya Setu Appમાં હવે એક નવુ અપડેટ ‘delete your data’ આપવામાં આવ્યુ છે. લેટેસ્ટ અપડેટથી મળેલા નવા ફીચરની સીરીઝમાં યૂઝર્સ Aarogya Setu Appથી પોતાના એકાઉન્ટ ડિલીટ કરી શકશે અને એપમાં સ્ટોર થયેલો ડેટા પણ કાઢી શકશો. આ નવુ ફીચર હાલમાં એંડ્રોયડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ છે, પરંતુ ios પર તમે આ delete_account_title ના નામથી ઉપલબ્ધ થશે.

કેવી રીતે ડિલીટ કરેં પોતાનો ડેટા

આરોગ્ય સેતુ એપમાં ‘delete your data’ નામના આ ફીચરની મદદથી યૂઝર ન તો માત્ર પોતાનુ એકાઉન્ટ ડિલીટ કરી શકશે, પરંતુ પહેલાથી હાજર ડેટાને પણ હટાવી શકશે.

  • સૌ પ્રથમ Settings પર જાઓ. અહીંયા પર ‘Delete my Account’ ને સિલેક્ટ કરો.
  • હવે તમારે તેમાં પોતાનો મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ Aarogya Setu Appથી તમારા ડેટા ડિલીટ થઈ જશે. Aarogya Setu app ના નવા અપડેટને એંડ્રોયડ યૂઝર વર્ઝન 1.31 ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડકરી શકે છે. તો IOS યૂઝર્સને તેના વર્ઝન 2.0.0 ને અપડેટ કરવુ

જરૂરી વાત

ઉપર આપવામાં આવેલ સ્ટેપ્સથી તમે તમારો ડેટા તો ડિલીટ કરી શકો છો, પરંતુ આ ડેટા સરકારી સર્વર પર ઉપલબ્ધ રહે છે. Aarogya Setu App એંડ્રોયડ વર્ઝન પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે સરકારી સર્વરથી આ ડેટાને ડિલીટ થવામાં 30 દિવસનો સમય લાગે છે. એપની ડેવલપમેંટ ટીમે તે પણ જણાવ્યુ છે કે, તેમાં Covid-19 સાથે જોડાયેલા જોખમ સ્તરને એક્સેસ કરવા માટે બ્લૂટૂથ કોન્ટેક્ટનો વપરાશ કરવાની ક્ષમતાને પણ એડ કરવામાં આવે છે.

આ ફીચર માત્ર IOS ડિવાઈઝ માટે જ છે

એટલુ જ નહી હવે તમારા હેલ્થ સ્ટેટસ સુધી પહોંચવા માટે આરોગ્ય સેતુ થર્ડ પાર્ટી એપ્સને પણ મંજૂરી આપે છે. તમારે આ નવા ઓપ્શન સેંટિગ્સમાં જઈને મળશે, જ્યાં તમારે Approval for Aarogya Setu Status પર ક્લિક કરવુ પડશે. જેથી બીજા હેલ્થ એપ તમારા આરોગ્ય સેતુ એપના હેલ્થ ડેટાને એક્સેસ કરી શકશો. જાણકારી માટે જણાવી દઈએ કે, હાલમા આ ફીચર માત્ર IOS ડિવાઈઝ માટે જ છે.

READ ALSO

Related posts

ફ્કત 1500 રૂપિયાની આ ડિવાઈસને જોઈને શું કોરોના વાયરસ ભાગે છે દૂર!

Mansi Patel

ડુંગળી બાદ કાપડ એક્સપ્રેસ દ્વારા બાંગ્લાદેશમાં ગુજરાતનું કાપડ, કેમિકલ પહોંચશે

Karan

રાજ્ય અને કેન્દ્ર સરકારને આ કારણે થશે 10 લાખ કરોડનું નુકસાન, આ કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!