GSTV
Home » News » Instagramમાં આવ્યું એક શાનદાર ફીચર, જાણો

Instagramમાં આવ્યું એક શાનદાર ફીચર, જાણો

ઈન્સ્ટાગ્રામે હવે પોતાના યુઝર્સ માટે એક જબરજસ્ત ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ ‘ક્વેશ્ચન અપડેટ’ છે. આ ફીચરની મદદથી યુઝર્સ સ્ટોરી બાદ તેમને સવાલ પણ પૂછી શકશે અને એક-બીજાની સ્ટોરી પર રિસ્પોન્સ આપી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી ઓપ્શન પર ક્લિક કરો.

અહીં કોઈપણ સ્ટોરીને સેટ કર્યા બાદ સ્ટીકર્સ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને સ્લાઈડર્સ, જીઆઈએફ અને અન્ય સ્ટીકર્સ સાથે ક્વેશ્ચન સ્ટીકર જોવા મળશે. તેના પર ક્લિક કરીને સ્ટોરીને પોસ્ટ કરો. યુઝરના સ્ટોરી નાખ્યા બાદ ફોલોઅર્સ તેને સવાલ પૂછી શકે છે.

પહેલા ફોલોઅર્સ તરફથી પૂછાયેલા સવાલના જવાબ યુઝર્સ સીધા ઈનબોક્સમાં જતા હતા, પરંતુ હવે આ નવા ફીચરની મદદથી સ્ટોરીમાં રહીને ફોલોઅર્સના સવાલના જવાબ આપી શકાય છે.

યુઝર્સે વ્યૂઅર લિસ્ટ જોવું પડશે જે બાદ તે સવાલોના જવાબ આપી શકશે. આ ફીચર આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે લોન્ચ કરાયું છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામે આ ફીચરને પાછલા મહિને કેટલાક યુઝર્સ પર ટેસ્ટ કર્યું હતું. પરંતુ હવે આ ફીચરના લોન્ચ થયા બાદ લોકોને નવો અનુભવ મળી રહ્યો છે.

Related posts

આ છે દુનિયાનો સૌથી ઝેરી જીવ, એક સ્પર્શથી પણ સડવા લાગશે તમારા શરીરના અંગો

Bansari

HDFC બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો, ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં થયો ધરખમ ઘટાડો

Bansari

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ! ગાંગુલીએ અશક્યને શક્ય કરી બતાવ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!