GSTV
Gujarat Government Advertisement

WhatsApp યુઝર્સ માટે લાવ્યું આ ખાસ ફીચર્સ, વપરાશથી તમને થશે ઘણો ફાયદો

Last Updated on October 18, 2020 by Ankita Trada

આપણી દરરોજની જિંદગીમાં WhatsApp નો વપરાશ ખૂબ જ વધી ગયો છે. મોટી સંખ્યામાં લોકો આ પર ઓફિસથી જોડાયેલ દસ્તાવેજોનું અદાન-પ્રદાન કરે છે તો, ઘણા લોકો તેના થકી ઓડિયો, વીડિયો કોલ સિવાય પિક્ચર એક બીજાને મોકલે છે. તમને જણાવી દઈએ કે, WhatsApp માં ઘણા બધા એવા ફીચર્સ છે જેના વિશે બધાને જાણ હોતી નથી. તેમાંથી કેટલાક ખાસ ફીચર્સ અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ડાર્ક મોડમાં WhatsApp

દિવસ હોય કે રાત તમે WhatsApp નો વપરાશ 24 કલામાં કરતા રહે છે. એવામાં આંખને રાહત આપવા માટે રાત્રે WhatsApp ના ડાર્ક મોડ ઓપ્શનને એક્ટિવ કરી દેવો જોઈએ. તેનાથી તમે તમારી આંખો પર તેજસ્વી પ્રકાશની ખરાબ અસરોથી બચી શકો છો.

ઓન્ડ્રોયડ યૂઝર્સ માટે

ડાર્ક મોડને એક્ટિવ કરવા માટે સૌ પ્રથમ પોતાનું WhatsApp ખોલી ત્યારબાદ સેટિંગમાં જઈને ચેટ પર ટેપ કરી ક્લિક કરો. ત્યારબાજ એક નવુ પેજ ખુલશે તેમાં પ્રથમ ઓપ્શન થીમનો હશે આ પર તમે ટેપ કરશો તો એક નાની વિંડો ખુલશે. તેમાં તમને System default, Light અને Dark લખેલુ હશે અહીંયાથી તમે જે પણ મોડ પસંદ કરવા માગો છો તે પસંદ કરી શકશો.

આઈફોન યૂઝર્સ માટે

ફોનની સેટિંગ્સમાં જઈને ડિસ્પ્લે અને બ્રાઈટનેશનો ઓપ્શન મળશે તેના પર ટેપ કરો. હવે જે પેજ ખુલશે તેમાં લાઈટ અને ડાર્કનો ઓપ્શન સામે દેખાશે. તેમાં તમે જે પણ મોડ પસંદ કરવા માગો છે તેને પસંદ કરો.

WhatsApp પર 8 લોકોની એક સાથે ગૃપ વીડિયો કોલ

ગૃપ વીડિયો કોલ કરવા માટે ઘણી બધી એપ્લીકેશન હાજર છે, પરંતુ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા વગર WhatsApp ની મદદથી એક સાથે 8 લોકો વીડિયો કોલ કરી શકો છો.

એન્ડ્રોયડ ફોન માટે

WhatsApp ગૃપ વીડિયો કોલ માટે સૌ પ્રથમ એપ ઓપન કરો અને સૌથી ઉપરની તરફ રાઈટ સાઈડમાં લખેલ કોલ્સ પર ટેપ કરો. હવે તમને સૌથી નીચેની તરફ રાઈટ સાઈડમાં લીલા રંગના સર્કલમાં ફોનનું રિસીવર અને પ્લસનું નિશાન દેખાશે તેના પર ટેપ કરો.

WhatsApp પર એનિમેટેડ સ્ટિકર્સ

WhatsApp પર તમે એનિમેટેડ સ્ટિકર્સ મોકલી શકો છો. તે માટે તમે પોતાની એપ ખોલો અને જ્યાં સ્માઈલી અને GIF દેખાય ત્યાં તમને એનિમેટેડ સ્ટિકર્સ પણ દેખાશે. જ્યાંથી તમે તેનો પ્રયોગ કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જુલાઈમાં બેંકનું કામકાજ હોય તો જલદી કરી લેજોઃ આટલા દિવસ બેંક રહેશે બંધ, RBI દ્વારા અપાયેલ ઓફિશિયલ રજાઓનું આ છે લીસ્ટ

Harshad Patel

દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી થઈ ગઈ જાહેર, ટોપ 10માં ભારત કે અમેરિકાનું એક પણ શહેર નહીં

Pravin Makwana

ફફડાટ/ બાળકો માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ, જાણો શું કહે છે નિષ્ણાતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!