GSTV

દુષ્કર્મના મામલાઓમાં સરકારનું મોટું પગલું, નવી ફાસ્ટટ્રેક કોર્ટ બનશે, 2 મહિનામાં સજા આપવાની તૈયારી

મહિલાઓની સામે વધતા અપરાધ પર લગામ કસવા માટે સરકાર હવે ફુલ એક્શનના મૂડમાં છે. કેન્દ્ર સરકારનું કહેવું છેકે, જલ્દીથી દેશમાં નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની યોજના છે. જેથી ઝડપથી ન્યાય મળી શકે. તેની સાથે જ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી આ પ્રકારનાં કેસમાં જલ્દીથી ન્યાય મળી શકે. ખાસ કરીને સગીરોની સાથે દુષ્કર્મ જેવા મામલાની પતાવટ  બે મહિનાની અંદર થઈ શકે.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેમાંથી 400 ફાસ્ટટ્રેક કોર્ટ બનાવવા માટે સહમતિ બની ગઈ છે. હાલમાં દેશમાં 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ સંચાલિત તઈ રહી છે.

રવિશંકર પ્રસાદે કહ્યુકે, હું દરેક રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને બધા જ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસને પત્ર લખવાનો છું, જેમાં મારી અપીલ હશે કે, દુષ્કર્મનાં મામલામાં ખાસકરીને સગીરોની સાથે રેપનાં મામલાઓની પતાવટ બે મહિનાની અંદર કરવામાં આવે. હું મારા વિભાગને પણ આ મામલે જરૂરી નિર્દેશ આપી રહ્યો છું.

READ ALSO

Related posts

આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવાયો, DGCAએ જાહેર કર્યો સર્ક્યુલર

pratik shah

આનંદો/ કાંકરિયા લેક- ફ્રન્ટ આજથી મુલાકાતીઓ માટે થશે ઓપન, ફૂડ સ્ટોલ-રાઇડ્સ હજુ બંધ જ રહેશે

pratik shah

નવો નિયમ/ આજથી ચુકવવો પડશે આટલો વધુ ટોલ ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર પડશે કેટલો બોજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!