GSTV

NPS ખાતાધારકોને મળી નવી સુવિધા, હવે ઘરે બેઠા ઓનલાઈન બદલી શકશો નૉમિની

NPS-રાષ્ટ્રીય પેન્શન યોજના(National Pension Scheme)ના ખાતાધારકોને નવી સુવિધા મળી છે. સબ્સ્ક્રાઇબર્સના ફાયદા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAએ નોમિનીમાં ફેરફાર માટે ઇ-સાઇન સુવિધા આપી છે. ખાતા ધારકો કે જેઓ તેમના ખાતામાં નોમિની બદલવા માગે છે તેઓ હવે આ કામગીરી ઓનલાઇન કરી શકશે. આ માટે ફીઝીકલ નોમિનેશન ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.

પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડી(PFRDA)એ એક પરિપત્ર બહાર પાડીને ઉમેદવારને બદલવા માટે ઇ-સાઇન આધારિત ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. જણાવી દઈએ કે NPS એક પેન્શન-કમ-ઇન્વેસ્ટમેન્ટ યોજના છે, જે ભારત સરકાર દ્વારા વૃદ્ધાવસ્થામાં ભારતના નાગરિકોને સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે.

વર્તમાન વ્યવસ્થામાં, જો NPSના સબ્સ્ક્રાઇબર્સ કે જેઓ તેમના કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર (PRAN) માં નામાંકિતને બદલવા માંગતા હોય છે, તેઓએ સંબંધિત નોડલ અધિકારીઓ, કોર્પોરિટ્સ અથવા પોઇન્ટ ઓફ પ્રેઝેન્સ(પીઓપી)ની પાસે ફિઝિકલી S2 ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. જણાવી દઈએ કે NPS સરકારની પેન્શન યોજના છે, જેનો લાભ કોઈપણ ભારતીય નાગરિક મેળવી શકે છે.

NPSમાં ઓનલાઈન નોમિનેશન કેવી રીતે બદલવું?

  • નૉમિનીમાં ઓનલાઈન બદલાવ માટે NPS સબ્સક્રાઈબર્સ લોગઈન ક્રેડેંશિયલની સાથે પોતાના CRA સિસ્ટમ સુધી પહોંચી શકે છે.
  • તે પછી ‘ડેમોગ્રાફિક ચેન્જીસ’ મેનૂ હેઠળ ‘અપડેટ પર્સનલ ડિટેલ્સ’ વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ સબ્સ્ક્રાઇબરે નોમિની વિગતો ADD/UPDATE કરવા માટે વિકલ્પ પસંદ કરવો પડશે.
  • તે પછી એનપીએસના ગ્રાહકોએ નોમિનીનું નામ, નોમિની સાથેના સંબંધ અને રિલેશનશિપ અને ટકાવારી શેર જેવી વિગતો સબમિટ કરવાની રહેશે.
  • એકવાર વિગતવાર ડિટેલ સેવ અને કંફર્મ થયા બાદ, સબ્સ્ક્રાઇબર્સને નોંધાયેલ મોબાઇલ નંબર પર (OTP)પ્રાપ્ત કરશે.
  • આ વન-ટાઇમ પાસવર્ડ (OTP) સબમિટ કરો.
  • ત્યારબાદ, ગ્રાહકે ઇ-સાઇન વિકલ્પ પસંદ કરીને ફેરફારોને પ્રમાણિત કરવાની જરૂર રહેશે.
  • ગ્રાહકને ઈ-સિગ્નેચર સર્વિસ પ્રોવાઈડર પાસે ઇ-સાઇન માટે લઈ જવામાં આવશે જ્યાં તેને આધાર / વર્ચ્યુઅલ આઈડી દાખલ કરવી પડશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું પડશે.
  • OTPને  UIDAI સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
  • સબસ્ક્રાઇબરે OTP સબમિટ કરવું પડશે અને વેરિફાઇડ OTP પર ક્લિક કરવું પડશે.
  • વેરિફિકેશન પછી, નોમિની વિગતો એનપીએસ રેકોર્ડમાં અપડેટ કરવામાં આવશે.
  • જો તે ઇ-સાઇન નિષ્ફળ થાય છે, તો સબ્સક્રાઈબરે હાલની ફિઝિકલ પ્રોસેસ મુજબ જ નોમિનેશનને અપડેટ કરવાનો વિકલ્પ હશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!