GSTV
India News Trending

હવે ટીચર બનવા માટે આ ડિગ્રી હોવી જરૂરી, નવી શિક્ષણનીતિમાં બદલાઈ ગયા નિયમો

ચાર વર્ષીય ઇન્ટિગ્રેટેડ બી.એડની ડિગ્રી વર્ષ 2030 થી શિક્ષણ કાર્ય માટેની લઘુત્તમ લાયકાત રહેશે અને નિમ્ન કક્ષાની સ્વચાલિત શિક્ષક શિક્ષણ સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં તેનું બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે નવી શિક્ષા નીતિને મંજૂરી આપી દીધી છે. જેમાં સ્કૂલી શિક્ષાથી લઈને ઉચ્ચે શિક્ષા સુધી ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નીતમાં તેવી રજૂઆત કરવામાં આવી છે કે, નીતિગત જરૂરિયાતોને ઓનુરૂપ શિક્ષકોને પ્રશિક્ષણ સંબંધ માગોને કેવી રીતે પૂર્ણ કરી શકાય છે.

સખત કાર્યવાહીની વાત કરવામાં આવી

શિક્ષા નીતિના દસ્તાવેજ પ્રમાણે, વર્ષ 2030 થી શિક્ષણ માટે લઘુતમ લાયકાત ચાર વર્ષીય સમન્વિત https://www.gstv.inB.Ed ની ડિગ્રી હશે. જેમાં નિમ્ન સ્તરના શિક્ષણ શિક્ષા સંસ્થાનો વિરુદ્ધ સખત કાર્યવાહીની વાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, વર્ષ 2022 સુધી રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષા પરિષદ (NCTE) શિક્ષકો માટે એક શેર રાષ્ટ્રીય પેશેવર માનક તૈયાર કરશે જે માટે NCERT, SCERT, શિક્ષકો અને બધા સ્તર અને ક્ષેત્રઓના સંગઠનોની સાથે પરામર્શ કરવામાં આવશે.

પારદર્શી પ્રક્રિયાઓ થકી ભરતી કરવામાં આવશે

નીતિ પ્રમાણે, વ્યાવસાયિક ધોરણોની સમીક્ષા અને સંશોધન 2030માં હશે અને ત્યારબાદ પ્રત્યેક 10 વર્ષમાં હશે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે, શિક્ષકોને પ્રભાવકારી અને પારદર્શી પ્રક્રિયાઓ થકી ભરતી કરવામાં આવશે. પદોન્નતિ યોગ્યતા આધારિત હશે, જેમાં ઘણા સ્ત્રોતોથી સમય-સમય પર કાર્ય પ્રદર્શનનું આંકલન કરવા અને કરિયરમાં આગળ વધારી શૈક્ષણિક પ્રશાસક અથવા શિક્ષાવિસારદ બનવાની વ્યવસ્થા હશે.

રાષ્ટ્રીય સલાહ મિશનની સ્થાપના

એક નવી અને વ્યાપક સ્કૂલી શિક્ષા માટે રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખા, ‘NCFSE 2020-21’ NCERT દ્નારા વિકસિત કરવામાં આવશે. એક રાષ્ટ્રીય સલાહ મિશનની સ્થાપના કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટતાવાળા વરિષ્ઠ/સેવાનિવૃત્ત સંકાયનો એક મોટો પૂલ હશે. જેમાં ભારતીય ભાષાઓમાં અભ્યાસ કરાવવાની ક્ષમતાવાળા લોકો સામેલ થશે. જે વિશ્વાવિદ્યાલય/કોલેજના શિક્ષકોને લઘુ અને દીર્ઘકાલિક પરામર્શ/વ્યાવસાયિક સહાયતા પ્રદાન કરવા માટે તૈયાર કરશે.

લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો

માતૃભાષા / સ્થાનિક / પ્રાદેશિક ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે રાખવા, ઓછામાં ઓછું ધોરણ 5 અને તેથી વધુ સુધી વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શાળા અને ઉચ્ચ શિક્ષણના તમામ સ્તરે વિકલ્પ તરીકે સંસ્કૃત પસંદ કરવાની તક આપવામાં આવશે. નીતિમાં જણાવાયું છે કે કાયદા અને દવાને બાદ કરતાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં એક જ નિયમનકાર હશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે નવી શિક્ષા નિતિ (NEP)ને મંજૂરી આપી દીધી છે. જેમાં સ્કૂલી શિક્ષાથી લઈને ઉચ્ચ શિક્ષા સુધી ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે જ શિક્ષા ક્ષેત્રમાં ખર્ચને સકલ ઘરેલુ ઉત્પાદના 6 ટકા કરવા તથા ઉચ્ચ શિક્ષામાં વર્ષ 2035 સુધી સકલ નામાંકન દર 50 ટકા પહોંચાડવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

પાઠ્યક્રમ સંરચના લાગૂ કરવામાં આવશે

આ નવી નીતિમાં બાળપણની સારસંભાળ અને શિક્ષા પર ભાર આપવાનું કહેવામાં આવ્યુ છે કે, સ્કૂલ પાઠ્યક્રમના 10+2 ઢાંચાની જગ્યાએ 5+3+3+4 ની નવી પાઠ્યક્રમ સંરચના લાગૂ કરવામાં આવશે. જે ક્રમશઃ 3-8, 8-11,11-14 અને 14-18 વર્ષની ઉંમરના બાળકો માટે હશે. જેમાં 3-6 વર્ષના બાળકોને સ્કૂલી પાઠ્યક્રમની હેઠળ લાવવાની જોગવાઈ છે, જેને વિશ્વ સ્તર પર બાળકોના માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ ચરણના રૂપમાં માન્યતા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV