GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

નવી શિક્ષણ નીતિમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ થશે કે નહીં, જાણો શું કહે છે આ નવો નિયમ

કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. ત્યારે હવે બોર્ડની પરીક્ષાઓને લઈ વિદ્યાર્થીઓમાં પણ અવઢવ છે. ત્યારે આવો જાણીએ નવી શિક્ષણ નીતિ લાગૂ થયા બાદ બોર્ડની પરીક્ષામાં કેટલા ફેરફાર થશે.

સૌથી પહેલા આપને જણાવી દઈએ કે, સરકારે નવી શિક્ષણ નીતિમાં 10+2ના ફોર્મેટને ખતમ કરી દીધો છે. હવે તેને ભાગ પાડીને 5+3+3+4 ફોર્મેટમાં કરી દેવામાં આવ્યુ છે. જેનો મતલબ થાય છે કે, સ્કૂલમાં પહેલા પાંચ વર્ષમાં પ્રી પ્રાઈમરી સ્કૂલના ત્રણ વર્ષ અને ધોરણ 1 અને ધોરણ 2 સહિત ફાઉન્ડેશન સ્ટેજ સામેલ થશે. પછી આગળ ત્રણ વર્ષને ધોરણ 3 અને 5ની તૈયારીમાં વિભાજીત કરાશે. ત્યાર બાદ ત્રણ વર્ષ મધ્યમ તબક્કામાં ધોરણ 6 અને 8 તથા માધ્યમિકમાં ચાર વર્ષ 9થી 12 આ ઉપરાંત આર્ટ્સ, કોર્મસ અને સાયન્સ સ્ટ્રીમમાં કોઈ કડક નિયમો નહીં હોય, વિદ્યાર્થી ઈચ્છે તે વિષય રાખી શકશે.

બોર્ડની પરીક્ષાને લઈ નિયમ


નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બોર્ડની પરીક્ષા પૈટર્ન એવી રીતે સેટ કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો તણાવ રહે નહીં. આ નીતિમાં 10માં અને 12 ધોરણ બોર્ડની પરીક્ષાઓને સરળ બનાવવાની જાહેરાત કરી છે.

નવી શિક્ષણ નીતિમાં ધોરણ 10 અને 12માં ધોરણની પરીક્ષાઓ ચાલુ રહેશે. જે પણ વાલીઓ અથવા વિદ્યાર્થીઓ એવુ વિચારી રહ્યા છે, તેવુ કશું જ થવાનુ નથી.

શિક્ષણ નીતિમાં કહેવાયુ છે કે, વિદ્યાર્થીઓ હંમેશા દબાણમાં રહેતા હોય છે કે, કઈ રીતે વધુમાં વધુ ગુણ લાવી શકાય. તેના માટે કોચિંગ સેન્ટરમાં પણ જાય છે. આ નવી નીતિમાં શિક્ષણને આસાન બનાવવામાં આવ્યુ છે. જેથી વિદ્યાર્થીઓને નંબર લાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળે.

આ નીતિમાં એવુ પણ કહેવાયુ છે કે, વિદ્યાર્થીઓને ગોખેલા જવાબની જગ્યાએ પોતાની યોગ્યતા અનુસાર પરીક્ષા પાસ કરે. બોર્ડમાં પણ હવે વિદ્યાર્થીઓની વાસ્તવિક ક્ષમતાના અને યોગ્યતાના આધારે પારખવામાં આવે.

હવે બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં અથવા તો બે લેવલમાં વહેંચવામાં આવશે. જેના કારણે ઓબ્ઝેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના સવાલ હશે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!