અમદાવાદમાં ટ્રમ્પ કોઈ હોટલમાં રોકાણ નથી કરવાના પણ તેઓ મોટેરા સ્ટેડિયમના મોદી સાથેના અભિવાદન કાર્યક્રમ બાદ બપોરે 3.30 વાગે આગ્રા જવા માટે રવાના થશે. ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જારેડ કુશનર સહિત 12 સભ્યોનું ડેલિગેશન સાથે અમદાવાદ આવતીકાલે સવારે 11.40 વાગે આવી પહોંચશે. બપોરના રોકાણ દરમ્યાન તેઓને ટી અને બ્રેક ફાસ્ટ સર્વ કરવામાં આવશે જેમાં બ્રોકોલિયનના અને જુદા જુદા પ્રકારના સમોસા, આઈસ ટી, ગ્રીન ટી, આદુ-મસાલા ટી, મલ્ટી ગ્રેઇન કૂકીઝ પિરસવામાં આવશે.
મેલેનિયાએ આપી ખમણને મંજૂરી
ટ્રમ્પ અને તેના ડેલિગેશનને પીરસવામાં આવનાર તમામ આઈટમોને ખાસ અમેરિકાથી આવેલ ફૂડ એપ્રૂવલ સ્ટાફ મંજુર કરે તે પછી જ તે મેન્યુમાં સ્થાન પામી શકે છે. મેલાનિયા ટ્રમ્પને ગુજરાતીની વાનગી ખમણ અંગે શેફે જણાવતા તેણે તેને પણ નાસ્તાની પ્લેટમાં સ્થાન આપવામાં રસ બતાવ્યો છે. ટ્રમ્પનો કાફલો નવી દિલ્હીમાં આઈટીસી મોર્ય હોટલના પ્રેસિડેન્શિયલ સ્વીટ (સ્યુટ) રાત્રિ રોકાણ કરશે. આ ગ્રાન્ડ પ્રેસિડેન્સિયલ સ્વીટ ખરેખર તો શાહી ભવન જેવા છે. જેમાં ડેકોર, ફર્નિચર, ઝૂમ્મરો, સ્પા, હોજ અને ઇન્ટિરિયર રાજાના મહેલ કરતા કમ નથી.

જાણે કોઈ હિલસ્ટેશન હોય
સ્યુટની અંદર હવા પણ એ રીતે મોનિટર થાય છે કે જાણે કોઈ હવાખાવાના સ્થળે ખુલ્લામાં બેઠા હો તેવી આહ્લાદક લાગે. દિવાલો પણ પેઇન્ટિંગ, મિરર, બે મોટા બેડરૂમ, ટેરેસ, વિશાળ ડ્રોઇંગ રૂમ, બાથની સુવિધા, જીમ, રસોડુ, 12 સીટર ડાઇનિંગ એરિયા ધરાવતા ‘સ્યુટ’નું નામ ‘ચાણક્ય’ છે. સ્યુટ માટેની અલાયદી હાઈ સ્પિડ લિફ્ટ છે. કારનું પાર્કિંગ પણ ઉપરના મજલે આવેલ ‘સ્યુટ’માં જ છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખો પણ રોકાય ચૂક્યા છે આ હોટલમાં
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ કાર્ટર, ક્લીન્ટન, જ્યોર્જ બુશ પણ આ જ ‘સ્યુટ’માં રહી ચૂક્યા છે. ‘સ્યુટ’માં અદ્યતન ગેજેટ્સ અને ટેકનોલોજી પણ સામેલ છે. 55 ઇંચનું ટીવી, આઈપોડ ડોકીંગ સ્ટેશન, બિઝનેસ કોર્ટયાર્ડ, મીટિંગ માટેની લોન્જ, બોર્ડરૂમ પણ હોઈ ટ્રમ્પ ત્યાંથી વ્હાઇટ હાઉસની જેમ કામ કરી શકશે. ‘સ્યુટ’મા જ માઇક્રો બાયોલોજિકલ લેબોરેટરી છે જ્યાં મહાનુભાવોને પીરસાતુ ફૂડ ટેસ્ટ કરી શકાતું હોય છે. એર ક્વોલિટી વર્લ્ડ હેલ્થના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ હોટલને રાખવી પડે છે. ટ્રમ્પના આગમનને નજરમાં રાખીને આખી હોટલના 438 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના કાફલા સીવાય હોટલમાં કોઇને ફરકવા દેવામાં નહીં આવે.
READ ALSO
- ખેડૂત આંદોલન: ટ્રેક્ટર પરેડ માટે ‘લક્ષ્મણ રેખા’, સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પર રહેશે નજર
- પશ્વિમ બંગાળનાં રાજકીય મેદાનમાં ઉતરશે શિવસેના-સંજય રાઉતે કરી જાહેરાત, BJPને પડી શકે છે મુશ્કેલી
- બંગાળમાં કોરોના વેક્સિનની લૂટ? સ્વાસ્થ્યકર્મીઓ માટે આવેલી રસીઓ TMC નેતાઓએ લગાવી-BJPનો મોટો આરોપ
- બિહારમાં કરેલી ભૂલ પશ્ચિમ બંગાળમાં નહિ કરે કોંગ્રેસ, લેફ્ટ સાથે આ હશે આગળની રણનીતિ
- ચોંકાવનારુ: ધૂમ્રપાન અને શાકાહારી ખાદ્યપાન ધરાવતા લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ, સીરોસર્વેમાં થયો મોટો ખુલાસો