GSTV
Home » News » સંસદની આઇટી સમિતિએ Twitterના વડાને આ કારણે સમન્સ પાઠવ્યો

સંસદની આઇટી સમિતિએ Twitterના વડાને આ કારણે સમન્સ પાઠવ્યો

માઇક્રોબ્લોગ સાઇટ ટ્વિટરના વડાને સંસદની આઇટી સમિતિએ ૨૫ ફેબ્રુઆરીએ હાજર રહેવા સમન્સ પાઠવ્યો હતો, એમ સમિતિના ચેરમેન અનુરાગ ઠાકુરે કહ્યું હતું.

સોમવારે ટ્વિટરના વડા જેક ડોરસી સમિતિ સમક્ષ હાજર ના થતાં સમિતિએ તેની ગંભીર નોંધ લીધી હતી. ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનીધીઓ બેઠકના સ્થળે પહોંચ્યા હતા. જો કે સમિતિએ તેમને બેઠકમાં બોલાવ્યા જ ન હતા, એમ સૂત્રોએ કહ્યું હતું.

સોશિયલ મીડિયાનોે આગામી ચૂંટણીમાં ભરપુર ઉપયોગની અને નાગરિકોની માહિતીની સુરક્ષા અંગે વધતી જતી ચિંતાને જોતાં સમિતિએ ટ્વિટરના વડાને બોલાવવા નિર્ણય કર્યો હતો.

લોકસભા ચૂંટણી પહેંલા સરકારે સોશિયલ મીડિયા પ્લોટફોર્મને ચેતવણી આપતા કહ્યું હતું કે  જો  અવાંછીત માધ્યમો દ્વારા દેશની ચૂંટણીની પ્રક્રિયા પર પ્રભાર નાંખવાનો પ્રયાસ કરાશે તો સખત કાર્યવાહી કરાશે. 

બેઠકમાં હાજર નહીં રહેવા બદલ શનિવારે ટ્વિટરે શોર્ટનું બહાનું કાઢ્યુ હતું. સમિતિના ચેરમેન અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે આજે કહ્યું હતું કે ટ્વિટરના વડા અને તેમના અન્ય સાથીઓને સમિતિ સમક્ષ હાજર થવા અમે તેમને સમન્સ મોકલ્યા હતા. જો કે ટ્વિટર તરફથી કોઇ જ ટીપ્પણી કરવામાં આવી ન હતી. આજે મળેલી સમિતિની બેઠકમાં આઇટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

દેશમાં રાજકીય પૂર્વાગ્રહના આક્ષેપોનો સામનો કરનાર ટ્વિટરે ગયા સપ્તાહે કહ્યું હતું કે તેઓ પૂર્વાગ્રહથી મૂક્ત છે તેમજ તેમના ઉત્પાદનો કે પોલીસી ક્યારે પણ રાજકીય વિચારધારા પર આધારિત હોતી જ નથી.

Related posts

સોશિયલ મીડિયા સાથે આધાર લિંક કરવા મામલે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, મોદી સરકારે આપ્યો આ જવાબ

Bansari

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલની મુલાકાતી લીધી

Nilesh Jethva

અબજો રૂપિયાની લક્ષ્મી દબાવીને બેઠા હતા આ ભગવાન, 90 કિલો સોનું અને કરોડો રૂપિયા રોકડા મળ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!