GSTV

દેશની સૌથી ઝડપી ટ્રેનનું પીએમ મોદી આ તારીખે કરશે લોન્ચિંગ

Last Updated on February 11, 2019 by

દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને સંભવત: વડાપ્રધાન મોદી ૧૫મી ફેબ્રુઆરીએ લીલી ઝંડી આપશે. દેશની આ સૌથી ઝડપી ટ્રેનમાં વિવિધ સુવિધા અપાશે તેમાં ભોજનની સુવિધાનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેમાં એડવાન્સ બુકિંગ ન કરાવનારા યાત્રીને ભોજન મોંઘુ પડશે.

નવી દિલ્હીથી વારાણસી અને વારાણસીથી નવી દિલ્હીના રૃટ ઉપર દોડનારી ટ્રેન-૧૮ દેશની સૌથી ઝડપી ટ્રેન બનશે. સંભવત: ૧૫મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી ટ્રેનને લીલી ઝંડી આપશે. અગાઉ ટ્રેનની લોન્ચિંગ તારીખમાં ફેરફાર કરાયો હતો, કારણ કે ટેસ્ટિંગમાં ગરબડ રહી ગઈ હતી.

એ દરમિયાન ટ્રેન બાબતે વધુ માહિતી રેલવે તંત્રએ રજૂ કરી છે. એ પ્રમાણે ટ્રેનમાં ટિકિટ લેતી વખતે ભોજનનું એડવાન્સ બુકિંગ નહીં થાય તો સરવાળે પેસેન્જરને ખાવાનું મોંઘું પડશે. છેલ્લી ઘડીએ ટ્રેનમાં બેસનારા યાત્રીને રેલવેની કેટરિંગ સર્વિસનો વિકલ્પ અપાશે નહીં. એડવાન્સ બુકિંગ નહીં થાય એવા કિસ્સામાં એક ડીશ દીઠ ૫૦ રૃપિયા વધારે ચૂકવવા પડશે અને એની અલગથી રસીદ પણ રેલવે તંત્ર દ્વારા ગ્રાહકને અપાશે.

સામાન્ય રીતે આ કેટેગરીની બીજી ટ્રેનોમાં ટિકિટની સાથે જ ભોજનની સુવિધા પણ જોડાતી હોય છે અને પછીથી ખાવાનો ઓર્ડર કરનારે ય અલગથી વધુ ચાર્જ ચૂકવવો પડતો નથી, પણ આ ટ્રેનમાં રેલવે કેટરિંગ સર્વિસ દ્વારા અલગથી ઓર્ડર દીઠ ૫૦ રૃપિયા વસૂલાશે.

જોકે, એ પાછળ એક તર્ક એવો ય અપાયો હતો કે દિલ્હીથી વારાણસી સુધી કે વારાણસીથી દિલ્હી સુધી મુસાફરી ન કરનારા મુસાફરોને સવલત રહે તે માટે તેમને ભોજનનો વિકલ્પ ન પસંદ કરવાનો ય વિકલ્પ અપાશે. ભોજન ઉપરાંત પાણીની બોટલ આ ટ્રેનમાં ૨૦ રૃપિયામાં મળશે.

નવી દિલ્હીથી સવારે છ વાગે નીકળનારી આ ટ્રેન બપોરે બે વાગ્યે વારાણસી પહોંચશે. ચા-નાસ્તા અને બપોરના ભોજન માટે એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો પાસેથી ૩૯૯ લેવાશે અને ચેરક્લાસના મુસાફરોને આ સુવિધા ૩૪૪માં અપાશે. તે પછી રસ્તામાં કાનપુર સુધીની યાત્રા કરનાર કે અલ્હાબાદ સુધીની યાત્રા કરનારા યાત્રાળુઓ માટે આ સુવિધા ૧૨૨થી લઈને રૃ. ૨૮૮ સુધીમાં આપવાનું નક્કી થયું છે.

Related posts

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta

ઉપરાષ્ટ્રપતિ નાયડૂનું મોટું નિવેદન, ખેડૂતોને વોટબેંક તરીકે જોવા પર સ્થિતિ વિસ્ફોટક બને છે

Pritesh Mehta

દિલ્હીમાં ગુજરાતના નવા નાથની ભવ્ય આગતા-સ્વાગતા, પીએમ-રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીએ પણ કર્યું સ્વાગત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!