GSTV
Home » News » ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

ભારતના સૌથી મહત્વકાંક્ષી અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2ને ફરી લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇસરો 21 અથવા 22 જુલાઇના રોજ ફરી એક વખત ચંદ્રયાન-2ને લોન્ચ કરી શકે છે. જેથી યાનના ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે પૂરતો સમય મળી શકે.

મહત્વનું છે કે 15 જુલાઇના રોજ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતું. પરંતુ જીએસએલવી એમકે-થ્રીમાં ક્રાયોજેનિક સ્ટેજ પર આખરી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. હાલમાં ઇસરોના એન્જિનિયર આ ટેકનિકલ ખામીને દૂર કરી રહ્યા છે. ઇસરો હાલમાં બે શેડ્યુલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જે અંતર્ગત 22 જુલાઇના રોજ સવારે લોન્ચ માટે વિચારણા થઇ રહી છે. જો કે 21 જુલાઇના રોજ એટલે કે રવિવારે પણ મિશન લોન્ચ થઇ શકે છે. જો કે ઇસરો દ્વારા આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પરંતુ 21 અથવા 22 જુલાઇના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવાનો ઇસરોનો લક્ષ્યાંક છે.

અત્રે મહત્વનું છે કે દેશની અગ્રણી અવકાશ સંશોધન સંસ્થા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન(ISRO) દ્વારા બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેક્નિકલ ખામીને કારણે રોકી દેવાયું હતું. લોન્ચ થવાના 56.24 સેકન્ડ પહેલા જ ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું. ત્યારે ઇસરો દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે, હવે પછીની નવી તારીખો ખુબ જલ્દી જાહેર કરવામાં આવશે.

Read Also

Related posts

પ્રેમી જોડાને પ્રેમ કરવો પડ્યો ભારે, ગામનાં લોકોએ મોઢામાં પેશાબ કર્યો અને ગુપ્તાંગમાં સળીયો નાખ્યો

Mayur

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!