મગફળીના અોછા ઉત્પાદનને પગલે અેરંડામાં તેજી, રશિયા અને ચીન છે કારણભૂત

મુંબઈ તેલિબિયાંબજારમાં આજે સિંગતેલના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ બોલાયા  હતા. ગુજરાતમાં સિંગદાણાનો પાક ૩૧.૪૫ લાખ ટનથી ઘટી ૧૫.૯૫ લાખ ટન આવશે એવો અંદાજ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા દર્શાવામાં આવ્યો છે.  ઓલ ઈન્ડિયા  સિંગદાણાનો ખરીફ પાક ૫૨.૭૫ લાખ ટનથી ઘટી ૩૭.૩૫ લાખ ટન આવવાની શક્યતા  બતાવાઈ છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ અપેક્ષાથી ઓછો થતાં પાકને ફટકો પડયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ગુજરાતમાં અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર કચ્છ, સાબરકાંઠા, અરવલી, બનાસકાંઠા વિ. વિસ્તારોમાં મગફળીનો પાક પાછલા વર્ષ કરતાં ઓછો મનાઈ રહ્યો છે. દરમિયાન, સિંગતેલના હાજર ભાવ આજે મુંબઈમાં ૧૦ કિલોના રૂ.૯૬૦ હતા જ્યારે   રાજકોટ બાજુ ભાવ રૂ.૯૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૪૭૦થી  ૧૪૮૦ રહ્યા હતા.  કોટન વોશ્ડના ભાવ રૂ.૭૩૫થી ૭૩૮ રહ્યા હતા.

મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૮૩ વાળા ૭૮૦ હતા.  જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૬૫ તથા રિફા.ના  રૂ.૮૧૦ હતા.  સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૨૫ તથા રિફા.ના રૂ.૭૫૫ વાળા રૂ.૭૫૩થી ૭૫૫ બોલાયા હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૮૨૫ હતા.  કોપરેલના ભાવ રૂ.૧૨૭૦ વાળા ઘટી ૧૨૬૦ (૧૦ કિલોના) હતા.  દક્ષિણના સમાચાર નરમાઈ બતાવતા હતા. મુંબઈમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૮૫ વાળા  ૬૮૪ તથા જેએનપીટીના રૂ.૬૮૨ હતા.  એક રિફાઈનરીના વેપારો રૂ.૬૮૨થી ૬૮૪માં આશરે ૭૦૦થી ૮૦૦ ટનના થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૯૨ વાળા રૂ.૫૮૮ હતા. વાયદા બજારમાં આજે સાંજે સીપીઓ વાયદાના ભાવ  ઓકટો.ના રૂ.૫૮૯.૯૦ તથા નવેમ્બરના  રૂ.૫૯૦.૬૦  હતા. સોેયાતેલ વાયદાના ભાવ નવેમ્બરના રૂ.૭૬૨.૯૦ તથા ડિસેમ્બરના રૂ.૭૬૭ રહ્યા હતા.

 દિવેલ તથા એરંડામાં તોફાની તેજી  આજે આગળ વધી હતી.  એરંડાનો નવો પાક ઓછો આવવાની ભીતિ તથા ડોલરની મજબૂતાઈ વચ્ચે  દિવેલમાં રશિયા અને ચીનની માગ વધ્યાના નિર્દેશો વચ્ચે બજારભાવ ઉછળતા રહ્યા  હતા. એરંડા વાયદાના ભાવ આજે  નવેમ્બરના રૂ.૬૪ વધી રૂ.૫૩૩૦ તથા ડિસેમ્બરના રૂ.૭૪ વધી રૂ.૫૩૬૮ બંધ હતા. એરંડાની આવકો ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ  આશરે ૨૦ હજાર ગુણી આવી હતી .

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter