GSTV
Gujarat Government Advertisement

નવો ખતરો / નવા કોવિડ 19 વેરિઅન્ટની ભારતમાં દસ્તક, બ્રાઝિલ અને યુકેના રસ્તે પ્રવેશ

Last Updated on June 8, 2021 by Vishvesh Dave

ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઇ અને એક નવો ખતરો સામે આવી ને ઉભો છે. પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીએ કોવિડ 19 ના એક નવો વેરિઅન્ટ B.1.1.28.2 શોધ્યો છે. આ વેરિઅન્ટ બ્રાઝીલ અને યુકેના રસ્તે ભારત આવેલા લોકોમાં મળ્યો છે.

ગંભીર સંક્રમણનો ખતરો

કોરોનાના આ વેરિઅન્ટ ને વધારે ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણ પેદા કરી શકે છે. NIVની તપાસ પ્રમાણે આ વેરિઅન્ટ દર્દીઓને ગંભીર રૂપે બીમાર કરી શકે છે.

પુણેના NIVનો અભ્યાસ કહે છે કે Covaxin આ વેરિઅન્ટની સામે કાળગળ છે.અભ્યાસ પ્રમાણે વેક્સિંનના બે ડોઝ થી જે એન્ટિબોડીઝ બને છે, તે આ વેરિઅન્ટનો ખાત્મો કરવામાં અસરદાર છે.

આ વેરિઅંટ વિષે જાણવા મળ્યું છે કે આનાથી સંક્રમિત થયા પછી 7 દિવસમાં વજહ ઓછું થઇ જાય છે. વળી, શરીરમાં હાજર એન્ટિબોડીઝને પણ આ વેરિએન્ટથી જોખમ રહેલું છે અને તેમાં સતત ઘટાડો જોવા મળે છે. પહેલા આ વેરિઅન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યો અને ત્યારબાદ ત્યાંથી બે વેરિઅન્ટએ ભારતમાં દસ્તક દીધી. જો કે, આ બીજા પ્રકારનાં વેરિઅન્ટના કિસ્સા વધુ નથી.

રસીમાં બદલાવ જરૂરી છે?

તાજેતરમાં ડબ્લ્યુએચઓએ ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટને ચિંતાજનક જણાવ્યો છે, પરંતુ શું આ નવો વેરિએન્ટ તેનાથી વધુ જોખમી સાબિત થઈ શકે છે? એક સવાલ એ પણ છે કે જો ડેલ્ટાથી સંક્રમિત દર્દીમાં ફરીથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે, તો શું આ નવું રૂપ તેના પાછળનું કારણ ગણી શકાય?

નવા વેરિએન્ટ વિશે હજી વધુ માહિતી એકત્રિત કરવાની બાકી છે, પરંતુ જો તેની અસર વ્યાપક હોય, તો નવી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. તેની સામે ભારતની Covaxin અસરકારક માનવામાં આવી રહી છે, પરંતુ તેની સામે લડવા માટે, રસીમાં પણ ફેરફારની જરૂર રહેશે

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!