GSTV

WhatsApp પર આવી રહ્યું છે આ કામનું ફીચર, ગ્રુપ એડમિનને મળશે પહેલા કરતા વધુ પાવર

WhatsApp

Last Updated on November 8, 2021 by Bansari

Whatsapp વિશે આજકાલ નવી માહિતી સામે આવી રહી છે. હવે એવું જાણવા મળ્યું છે કે WhatsApp એક નવા ફીચર ‘Community’ પર કામ કરી રહ્યું છે. આ ફીચરને પહેલા XDA ડેવલપર્સ દ્વારા સ્પોટ કરવામાં આવ્યું હતું અને હવે તેની માહિતી WABetaInfo દ્વારા પ્રાપ્ત થઈ છે. હકીકતમાં આ ફીચર એવી જગ્યા હશે જ્યાં ગ્રુપ એડમિનને Whatsapp ગ્રુપ પર વધુ મળશે. એડમિન ગ્રુપમાં કમ્યુનિટી ક્રિએટ કરી શકશે. કોમ્યુનિટી ફીચર એડમિનિસ્ટ્રેટર્સને નવા યુઝર્સને કોમ્યુનિટી ઈન્વાઈટ લિન્ક દ્વારા ઇનવાઇટ કરવાની અને પછી એકબીજા સાથે કનેક્ટ થવા માટે મંજૂરી આપશે.

whatsapp

રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફીચર/કમ્યુનિટી ચેટ કેવી દેખાશે. જો કે, WABetaInfo દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ચેટ્સ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. રિપોર્ટ અનુસાર, રેગ્યુલર Whatsapp ગ્રુપ ચેટની સરખામણીમાં કોમ્યુનિટી ચેટમાં ખૂબ જ નજીવો ડિઝાઇન ચેન્જ જોવા મળશે. એવી હિંટ આપવામાં આવી છે કે કમ્યુનિટી આઇકન ગોળાકારની સાથે સ્ક્વેર જેવા દેખાશે.

WhatsApp ક્યારે આ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે તે અંગે હાલ કોઇ માહિતી નથી, તે કંપનીને ટેલિગ્રામ જેવી અન્ય મેસેજિંગ એપ્સ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરી શકે છે, જે વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ટેલિગ્રામમાં, 200,000 મેમ્બર્સ સાથે એક ગ્રુપ બનાવી શકાય છે.

whatsapp

Whatsapp પર યુઝર્સને મળેલી બીજી ભેટ

WhatsAppએ તાજેતરમાં મલ્ટી-ડિવાઈસ સપોર્ટ ફીચરને લાઈવ કર્યું છે. હવે યુઝર્સને WhatsAppને ડિવાઈસ સાથે લિંક કરવા માટે સ્માર્ટફોનને ઓનલાઈન રાખવાની જરૂર રહેશે નહીં. આનો અર્થ એ થયો કે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ હવે WhatsApp પર મલ્ટિ-ડિવાઈસ ફીચર યુઝ કરી શકશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી યુઝર્સ તેમના સ્માર્ટફોનને તેમના ડેસ્કટોપ સાથે લિંક કરતા હતા અને તેમને તેમના સ્માર્ટફોનને ઓનલાઈન રાખવા પડતા હતા. પરંતુ હવે Whatsapp તેના યુઝર્સને પ્રાથમિક સ્માર્ટફોનની જરૂર વગર ડિવાઇસને ઓનલાઈન લિંક કરવાની મંજૂરી આપશે.

Read Also

Related posts

Health Tips / બચી ગયેલી સફરજનની છાલને હવે ફેંકો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ

Vishvesh Dave

સંશોધન / પ્લાસ્ટિક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાંના કેમિકલ્સ કરી શકે છે મેદસ્વીતા અને વજનમાં વધારો, અભ્યાસમાં થયો ચોંકાવનાર ખુલાસો

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!