PAN કાર્ડને લઇને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેને લઇને સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેકેસીસ (સીબીડીટી)એ સૂચનો જારી કર્યા છે. આ સૂચનો ઇન્કમ ટેક્સના કાયદાની ધારા 139 એ અને 295 હેઠળ જારી કરવામાં આવ્યાં છે. પાન નંબર માટે નવું એપ્લીકેશન ફૉર્મ જારી કરવામાં આવ્યું છે.
આ સૂચનો અનુસાર હવે ટ્રાન્સજેન્ડર્સ પાન માટે એપ્લીકેશન ફૉર્મમાં એક નવું ટિક બૉક્સ આપવામાં આવ્યું છે. તેમાં પાન નંબર માટે નવું એપ્લીકેશનવ ફૉર્મ જારી કરવામાં આવ્યું છે.
IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

ટ્રાન્સજેન્ડર્સ માટે બૉર્ડને અનેક પ્રસ્તાવો મળ્યાં હતાં, જે પછી ટેક્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં હતા. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીએ પાન કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને આ સમસ્યા વધુ જટિલ બની રહી હતી. આધારમાં થર્ડ જેન્ડરની જોગવાઇ કરવામાં આવી હતી પરંતુ પાનમાં આવી કોઇ જોગવાઇ ન હતી. તેથી ટ્રાન્સજેન્ડર આધાર સાથે પોતાનું પાન કાર્ડ લિંક કરાવવામાં સક્ષમ નહતાં. નવા ફેરફાર ફૉર્મ 49એમાં જોવા મળશે.
10 ડિજીટનો યૂનિક નંબર પાન છે. તે યૂનિક અલિફાન્યૂમેરિક નંબર હોય છે. જેને ઇનકમ ટેક્સ વિભાગ તરફથી વ્યક્તિગત અને કંપનીઓ માટે જારી કરવામાં આવે છે. સરકારે આધારને આઇટીઆર ફાઇલ કરવા અને નવું પાન બનાવવા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.