એર ઈંડિયાની કમાન હવે રાજીવ બંસલના હાથમાં. ભારતીય પ્રશાસનિક સેવાના વરિષ્ઠ અધિકારી રાજીવ બંસલને ઍયર ઈન્ડીયાના નવા સીએમડી નિયુક્ત કારાયા છે. તે પણ એ સમયે કે જ્યારે ઍયર ઈન્ડિયા વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઍયર ઈન્ડીયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) અશ્વની લોહાનીની એક વર્ષની મુદત પૂરી થતા રાજીવ બંસલને નવા સીએમડી નિયુક્ત કરાયા છે.

1988ની બેચના નાગાલેંડ કેડરના આઈએએસ અધિકારી બંસલ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં અધિક સચીવ હતા. ઉલ્લેખનીય છે કે ઍયર ઈન્ડીયા પર હજારો કરોડનું દેવું છે. જેમાં વિમાનોમી ખરીદી અને કાર્યકારી મૂડીની ખરીદી માટે લાંબા ગાળાની લોન જેવો કારણો જવાબદાર છે.


પ્લાન વિશે વાકેફ એક અધિકારીની જણાવ્યા અનુસાર, હવે ઍયર ઈન્ડિયા પાસે ફક્ત 18,000 કરોડ રૂપીયાની લોન છે. નાણાકીય વર્ષ 2018-19માં એર ઇન્ડિયાને 8,556 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. ગત 7 જાન્યુઆરીએ ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મંત્રીઓના જૂથે ખાનગીકરણ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
Read Also
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…